Women health :મિસકેરેજ બાદ મહિલાઓએ ડાયટમાં સામેલ કરવા જોઇએ આ 6 ફૂડ
મિસકેરેજ બાદ નબળાઇ અનુભવાય છે. આ સ્થિતિમાં રિકવરી માટે ડાયટમાં આ 6 ફૂડને સામેલ કરવા જોઇએ. જેથી ઝડપથી રિકવરી આવી શકે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિસકેરેજ દરમિયાન વધુ બ્લિડિંગ થવાના કારણે અનીમિયાની સમસ્યા થાય છે. આ સ્થિતિમાં આયરનની કમી થઇ જાય છે. જેની પૂર્તિ કરવા માટે બીટ સહિત લીલા શાકભાજી, ખજૂર,સોયાબીન, ડાર્ક ચોકલેટ,બ્રાઉન રાઇસનો ડાયટમાં સમાવેશ કરો.
ગર્ભાવસ્થા દરમિયાન કેલ્શિયમની માત્રામાં પણ ઘટાડો થાય છે. જેની પૂર્તિ માટે દૂધ, બ્રોકલી, ડેરી પ્રોડક્ટ,ગ્રીન વેજિટેબલ વગેરેને ડાયટમાં સામેલ કરો
નૂડલ્સ, પાસ્તા અથવા ઇન્સ્ટન્ટ રાઇસ જેવા ઓછા ફાઇબરવાળા સ્ટાર્ચવાળા ખોરાકને ટાળો. ઓછા સ્ટાર્ચવાળા ખોરાકનું સેવન કરવાથી શરીરમાં સુગરનું પ્રમાણ બગડી શકે છે. તેથી, કસુવાવડ પછી ઓછા સ્ટાર્ચવાળા ખોરાક ન ખાઓ.
મિઠાઈઓનું સેવન ઓછું કરો અને પીણાં અને કેન્ડીનું સેવન ટાળો. ગર્ભપાત પછી લેમ્બ, બીફનું માંસ ન ખાવું. આનાથી નુકસાન થઈ શકે છે.