જામફળના પાનનો આ રીતે કરો ઉપયોગ, ગ્લોઇંગ સ્કિન, વેઇટ લોસની સાથે આ રોગમાં છે રામબાણ ઇલાજ
શિયાળાની શરૂઆત થતાં જ બજારમાં સફેદ અને લાલ જામફળ જોવા મળે છે. જામફળ સ્વાસ્થ્ય માટે અતિગુકારી છે. તેના સેવનથી અનેક ફાયદા થાય છે. જામફળની સાથે તેના પાન પણ ખૂબ જ ઉપયોગી છે. જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને કઇ રીતે તે શરીર માટે ઉપયોગી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામફળના પાનમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જેમ કે વિટામિન સી અને પ્રોટીન. આ બંને આપણી ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જામફળના પાંદડામાં સોજા વિરોધી, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઑકિસડન્ટ ગુણો પણ છેય જે વાળ અને ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. આયુર્વેદમાં તેને વરદાન માનવામાં આવે છે.
શિયાળાની શરૂઆત સાથે જ ડેન્ડ્રફની સમસ્યા ઝડપથી વધવા લાગે છે અને તેના કારણે વાળ ખરવા પણ લાગે છે. ડેન્ડ્રફને કંટ્રોલ કરવા માટે જામફળના પાનના પાણીથી માથું ધોઈ લો. તેનાથી માથાની એલર્જી, ડેન્ડ્રફ વગેરે દૂર કરી શકાય છે.
જામફળના પાનને પાણીમાં ઉકાળીને આ પાણીનો ઉપયોગ વાળ ધોવા માટે કરવાથી વાળનો વિકાસ ઝડપી થાય છે અને વાળ લાંબા અને ચમકદાર બને છે.જામફળમાં એવા ગુણ હોય છે, જે આપણા નબળા વાળને મજબૂત બનાવે છે. તેનાથી શુષ્ક અને ફ્રઝી વાળથી પણ છુટકારો મળે છે. એટલું જ નહીં, તે વાળના અકાળે સફેદ થવાને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે.
જામફળના પાનમાંથી પાણી વડે સ્નાન કરવાથી નખ, ખીલ, કાળા ડાઘ, ત્વચાની એલર્જી અને વ્હાઇટહેડ્સની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે, કારણ કે તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે આપણને ત્વચાના ચેપથી બચાવે છે.જામફળના પાંદડા આપણી ત્વચામાંથી મૃત ત્વચાના કોષોને સાફ કરવામાં મદદ કરે છે અને તેનાથી ત્વચાનો રંગ પણ નિખરે છે અને સ્કિન ગ્લોઇંગ બને છે.
જેમ જેમ આપણી ઉંમર થાય છે તેમ ચહેરા પર કરચલીઓ, ફાઈન લાઈન્સ દેખાય છે. આવી સ્થિતિમાં જામફળના પાનના પાણીથી ચહેરો ધોવાથી ત્વચા પર ઉંમરની સાથે આવતા ફેરફારોને ઘટાડી શકાય છે અને સ્કિનને યંગ લૂક આપી શકાય છે.
જામફળના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો-જામફળના પાનનો ઉપયોગ કરવા માટે એક મોટા વાસણમાં પાણી લો. તેમાં 20 થી 25 જામફળના પાન ઉમેરો અને આ પાણીને સારી રીતે ઉકાળો. જ્યારે તે થોડું ઠંડુ થાય ત્યારે તેમાં સાદાથી સ્નાન કરો. આ રીતે તમે તમારી ત્વચા અને વાળને સાફ કરવામાં પણ કરી શકો છો. એટલું જ નહીં જામફળના પાનનું પાણી પીવાથી શરદી, કફ અને ઈન્ફેક્શન પણ મટે છે.