Skin care: ત્વચાને હેલ્થી અને ગ્લોઇંગ બનાવવા માટે જરૂરી છે, કોલેજન, આ ચીજોના સેવનથી મળશે લાભ
સ્વસ્થ, સુંદર અને ગ્લોઇંગ સ્કિન કોણ નથી ઇચ્છતા? કેટલાક લોકોને જેનેટિક્સથી સારી ત્વચા ગિફ્ટમાં મળી જાય છે. જો કે દરેકને આ લાભ નથી મળતો. ઉંમરની સાથે ત્વચમાં કરચલીઓ થવા લાગે છે. આ પ્રક્રિયાને રોકી ન શકાય પરંતુ ધીમી ચોક્કસ કરી શકાય છે. ડાયટ દ્રારા આપ ત્વચાના કોલેજનને બૂસ્ટ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલેજન એક પ્રકરાનું પ્રોટીન છે, જે પ્રાકૃતિક રીતે શરીરને મળે છે. જે ત્વચાને કસાયેલ બનાવી રાખે છે. વધતી ઉંમર સાથે આ કોલેજનનું સ્તર ઓછું થવા લાગે છે. તેથી ત્વચા પર વધતી ઉંમરના લક્ષણો દેખાવા લાગે છે.
આપણા શરીરમાં ટાઇપ 1,2,3 એમ ત્રણ કોલેજન હોય છે. ફળો અને શાકભાજી હંમેશા ત્વચાને પોષણ આપે છેય તેમાં વિટામિન, ફાઈબર, મિનરલ્સ અને પાણી ભરપૂર માત્રામાં હોય છે, તેથી ત્વચાને ચમકદાર બનાવવા તેમજ તેને હાઇડ્રેટ રાખવા માટે તેનું સેવન કરવું જરૂરી છે.
રોગપ્રતિકારક શક્તિની દ્રષ્ટિએ દરરોજ ઇંડા ખાવું ઉત્તમ છે. છે. ઈંડાના સફેદ ભાગનું સેવન કરવાથી ત્વચાને ફાયદો થાય છે. તેમાં પ્રોલાઇન નામનું એમિનો એસિડ હોય છે જે કોલેજનના ઉત્પાદન માટે જરૂરી છે. તેવી જ રીતે, ચિકન અને માછલીનું સેવન કરવાથી પણ ફાયદો થઈ શકે છે.
પાચનતંત્ર માટે લીલા પાંદડાવાળા શાકભાજી જેટલા ફાયદાકારક છે, તેટલો જ ફાયદો ત્વચાને પણ પહોંચે છે. પાલક, કાળી, મેથી અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજીમાં લીલો રંગ હરિતદ્રવ્યને કારણે છે અને હરિતદ્રવ્ય પણ એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે. તે કોલેજનના સ્તરને પણ અસર કરે છે. તેનાથી ત્વચાને પણ ફાયદો થાય છે.
રાજમા અને અન્ય પ્રકારના કઠોળ ઉચ્ચ પ્રોટીન ખોરાક છે. તેમાં કોલેજનના સંશ્લેષણ માટે જરૂરી એમિનો એસિડ, તેમજ કોપર જેવા દાળોમાં જોવા મળતા પોષક તત્વો હોય છે, જે કોલેજન ઉત્પાદન માટે જરૂરી છે. કાજુ અને બદામ જેવા ડ્રાય ફ્રૂટ્સ પણ ઝીંક અને કોપર જેવા ખનિજોથી ભરપૂર હોય છે. તેનું રોજ મર્યાદિત માત્રામાં સેવન કરવાથી ત્વચાને સુંદરતા પણ મળે છે.