Women Health: ગર્ભવસ્થા દરમિયાન આ ફૂડનું સેવન સ્વાસ્થ્ય માટે વરદાન, ડાયટમાં અચૂક કરો સામેલ

ગર્ભાવસ્થા દરમિયાન સ્વસ્થ આહાર લેવો જોઈએ. જેથી ગર્ભનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્યવર્ધક ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આ તમારા શરીરને ઘણા જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. આજે આ આર્ટીકલમાં અમે તમને પ્રેગ્નેન્સી દરમિયાન કયા ફળ ખાવા જોઈએ તેના વિશે વિગતવાર જણાવીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગર્ભવતી મહિલાઓ માટે કેરીનું સેવન સ્વાસ્થ્યપ્રદ છે. તે આયર્ન, પોલિફીનોલ, કેલ્શિયમ અને પોટેશિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે.

પ્રેગ્નન્સી દરમિયાન કીવીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે. આના કારણે તમારા શરીરને પુષ્કળ પ્રમાણમાં ફોલિક એસિડ મળે છે જે ગર્ભના વિકાસ માટે જરૂરી છે.
ગર્ભાવસ્થા દરમિયાન ચેરીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
તમે ગર્ભાવસ્થા દરમિયાન જામફળનું સેવન પણ કરી શકો છો. તેનું સેવન કરવાથી ગર્ભાવસ્થા દરમિયાન એનિમિયાનું જોખમ ઘટાડી શકાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન પિઅરનું સેવન કરો. તે એનિમિયાની સમસ્યાથી બચાવે છે. આ સિવાય સફરજનનું સેવન કરવાથી તમે બાળકને એલર્જી, અસ્થમા વગેરેની સમસ્યાઓથી દૂર રાખી શકો
તમે ગર્ભાવસ્થા દરમિયાન નારંગીનું સેવન કરી શકો છો. ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન હાઇડ્રેઇટ રાખતું અને વિટામિન સીથી ભરપૂર તરબૂચનો કરી શકો છો સેવન