Women health: પિરિયડ્સ દરમિયાન આ ફૂડનું સેવન ભૂલથી પણ ન કરો,શરીરમાં વધી શકે છે આ મુશ્કેલીઓ
પીરિયડ્સના સમયે સામાન્ય રીતે મોટાભાગની મહિલાઓને પેટ,કમરમાં દુખાવો જેવી અનેક સમસ્યાઓ થાય છે. જેના કારણે ડાયટમાં ધ્યાન રાખવું જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીરિયડ્સના સમયે, તમારે હળવો ખોરાક લેવો જોઈએ જેમાં ફાઈબર અને આખા અનાજનો સમાવેશ થાય છે, એવા ખોરાકને સંપૂર્ણપણે ટાળો જેમાં વધુ તેલ અથવા મરચું-મસાલા હોય. તમારે વધુ પડતા કેફીનનું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ.
પિરિયડ્સમાં વસાયુક્ત પદાર્થનું સેવન પણ સમસ્યા વધારી શકો છે આ સમયે તેમજ વધુ નમકવાળા ફૂડને પણ અવોઇડ કરવા જોઇએ. આ સમયે સરળતાથી પચી જાય તેવા સુપાચ્ય આહારનું સેવન કરવું જોઇએ.
પિરિયડ્સમાં કાચી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ. આ સમયે ગેસ ઉત્પન કરે તેવા ફૂડ પણ અવોઇડ કરવા કારણ કે તેના પેટમાં દુખાવાની સમસ્યા વધી શકે છે.
પીરિયડ્સના પાંચ દિવસ સુધી મીઠી વસ્તુઓનું સેવન પણ ટાળવું જોઇએ. આ ફૂડ પિરિયડ્સ સમયને વધુ મુશ્કેલ બનાવી શકે છે.
પિરિયડ્માં તળેલો અને સ્પાઇસી ખોરાક ન ખાવો જોઇએ. આવો ખોરાક પણ પિરિયડ્સ સમયની મુશ્કેલી વધારે છે.
પીરિયડ્સના દરમિયાન સામાન્ય રીતે કેફીન ધરાવતી વસ્તુઓનું સેવન સદંતરપણે ટાળવું જોઇએ