women health: પીરિયડ્સ દરમિયાન દહીં છાશ ખાવાથી નુકસાન થાય છે? જાણો એક્સ્પર્ટનો મત
women health: પીરિયડ્સના ભારે રક્તસ્ત્રાવની સાથે,પેટનું ફૂલવું, શરીરમાં દુખાવો અને પેટમાં મરોડ જેવી સમસ્યાઓ પણ આવે છે. આવી સ્થિતિમાં ડાયટ મુદ્દે પણ નિષ્ણાતની સલાહ એવી જરૂરી બની જાય છે. આ મુદ્દે કેટલાક મિથક પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીરિયડ દરમિયાન ડાયટને મુદ્દે પણ કેટલા કેટલાક મિથક છે. એક એવી પણ માન્યતા છે કે, પીરિયડ દરમિયાન મહિલઓએ ખાટું ન ખાવું જોઇએ, જે વધુ રકતસ્ત્રાવ અને દુખાવાનું કારણ બની શકે છે. જાણીએ એક્સ્પર્ટની સલાહ
હેલ્થ એક્સ્પર્ટ મુજબ માન્યતા ખોટી છે. તમે તમારી માતા પાસેથી પણ ઘણી વાર સાંભળ્યું હશે કે, પીરિયડમાં ખાટું ન ખાવું જોઈએ કારણ કે તે તમારા રક્ત પ્રવાહને વધારી શકે છે.
પીરિયડ્સ દરમિયાન ખાટા પદાર્થ અથવા દહીં-છાશનું સેવન ન કરવું તે એક ખોટી જુની માન્યતા છે. પીરિયડ્સ દરમિયાન દહી ખાવાથી કોઇ પણ પ્રકારની પરેશાની નથી વધતી. દહીને સ્વસ્થ આંત બેકટેરિયાને વધારવા માટે ઉતમ મનાય છે. તેનાથી સોજો અને કબજિયાતની શક્યતા પણ ઓછી થઇ જાય છે. જે મોટાભાગની મહિલાઓને પીરિયડ દરમિયાન થાય છે.
શું છે એક્સ્પર્ટનો અભિપ્રાય?-નિષ્ણાતો કહે છે કે, કેલ્શિયમના સારા સ્ત્રોત તરીકે દહીં હાડકાં અને શરીરને પૂરતી શક્તિ આપવામાં મદદ કરે છે. આ ઉપરાંત, દહીંના પ્રોબાયોટિક ગુણધર્મો પેટનું ફૂલવું અને અન્ય પાચન સમસ્યાઓ ઘટાડવાનું કામ કરે છે. આ ઉપરાંત પીરિયડ્સ દરમિયાન દહીંનું સેવન કરવાથી ચિંતા અને ડિપ્રેશનમાં ઘટાડો થાય છે. આ સાથે, તે માંસપેશીઓમાં દુખાવો અને ખેંચાણથી પણ રાહત આપે છે.
પીરિયડસમાં કેવી રીતે દહીં ખાઇ શકાય?- જો પીરિયડ્સમાં પણ દહી કોઇ પણ રીતે ખાઇ શકો છો. જો કે તેની સૌથી સારી રીત લસ્સી, છાશ અને સ્મૂધી છે. આ રીતે દહીંનું સેવન શરીરને હાઇડ્રેઇટ રાખે છે અને ભરપૂર પોષણ આપે છે. આપ દહીમાં નટ્સ અને ફળો મિક્સ કરીને પણ ખાઇ શકો છો.
રાત્રે અને સાંજે ન ખાઇ શકાય દહીં?-એક્સ્પર્ટનું માનવું છે કે, આ સુપરફૂડનું સેવન કોઇ પણ સમયે કરી શકાય છે.જો કે કેટલીક કંડીશનમાં દહીં રાત્રે ન લેવું જોઇએ. જો આપને ખાંસી, શરદી અને અસ્થમાની સમસ્યા હોય તો રાત્રે દહીનું સેવન કરવાનું અવોઇડ કરવું જોઇએ. જો આપની કોઇ આયુર્વૈદિક દવા ચાલતી હોય તો રાત્રે દહીં લેવાનું અને ખાટી વસ્તુ ખાવાનું અવોઇડ કરવું જોઇએ