Best Winter Creams: શિયાળામાં નાઇટ ક્રિમ માટે આ 6 નેચરલ ચીજોનો કરો, સવારે દેખાશે કુદરતી નિખાર
જેમ જેમ ઠંડી વધે છે તેમ તેમ તેની અસર આપણી ત્વચા પર પણ થાય છે. ઠંડા પવનોથી બચવા માટે આપણે ગરમ ઉની કપડાં પહેરીએ છીએ, પરંતુ જ્યારે ત્વચાને મોશ્ચરાઇઝ્ડ રાખવાની વાત આવે છે ત્યારે આપણે તેમાં બેદરકારી દાખવીએ છીએ. આનું પરિણામ એ છે કે શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. ખાસ કરીને ચહેરો, જે સૌથી વધુ ખુલ્લા રહે છે. જો કે, જો તમે યોગ્ય ક્રિમ લગાવો છો, તો ત્વચા પર શિયાળાની અસરને નિયંત્રિત કરી શકાય છે, જેનાથી સ્કિન હાઇડ્રેઇટ રહેશે અને કુદરતી નિખાર પણ આવશે. એવા કેટલાક નેચરલ પ્રોડક્ટ છે , જે આપની સ્કિનને વિન્ટરમાં પણ હાઇડ્રેઇટ રાખશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાયલ્યુરોનિક એસિડ માત્ર સ્કિનના મોશ્ચર ને જ લોક કરતું નથી, પરંતુ પોષણ આપવાની સાથે સોફ્ટ લૂક પણ આપે છે. એટલું જ નહીં, તે ત્વચાના વૃદ્ધત્વના સંકેતોને દૂર રાખવામાં પણ મદદ કરે છે
ગ્લિસરિનમાં હ્યુમેક્ટન્ટ મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મ છે, એટલે કે, એવી પ્રોપર્ટી છે જે ત્વચાની અંદરથી અને હવામાંથી ત્વચાના ઉપરના સ્તર સુધી પાણી ખેંચે છે. તેમોશ્ચરને લૉક કરી દે છે. જે સોફ્ટ અને ગ્લોઇંગ સ્કિન બનાવશે
જો તમારી ફેસ ક્રીમમાં શિયા બટર હોય, તો તમારે દિવસ દરમિયાન વારંવાર તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાની જરૂર નહીં પડે. આ એટલા માટે છે કારણ કે તેમાં એવા ઘટકો છે જે ત્વચાને લાંબા સમય સુધી મોઇશ્ચરાઇઝ રાખે છે. ઠંડા પવનો પણ ત્વચાના આ ભેજને નુકસાન પહોંચાડવામાં સક્ષમ નથી. એટલે કે, સવારે શિયા બટર આધારિત ક્રીમ લગાવવાથી તમારા ચહેરાની ત્વચા રાત સુધી નરમ રહેશે.
વિટામિન-ઈથી ભરપૂર બદામનું તેલ ત્વચાને સ્વસ્થ કરવામાં મદદ કરે છે અને સાથે જ તેને કુદરતી ચમક પણ આપે છે. આ તેલ આધારિત ક્રીમ શિયાળાને કારણે શુષ્ક અને નિર્જીવ ત્વચાને નવું જીવન આપે છે. તેના નિયમિત ઉપયોગથી ફ્લેકી સ્કિનની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
આર્ગન ઓઇલ-ક્રિમ ખરીદો જેમાં આર્ગન તેલ હોય. આ તેલ વિટામિન-એ, ઈ, ઓમેગા-6, એન્ટીઓક્સીડેન્ટ જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર છે. આ જ કારણ છે કે તેને લિક્વિડ ગોલ્ડ પણ કહેવામાં આવે છે. આર્ગન તેલ આધારિત ક્રીમ ત્વચાને ઊંડું પોષણ આપે છે, તેને નરમ અને ચમકદાર બનાવે છે. તેનાથી ડ્રાયનેસની સમસ્યા પણ દૂર થાય છે.
આપ નેચરલી સ્કિનને સોફ્ટ રાખવા માંગતા હોતો આ દેશી ઘી પણ લગાવી શકો છો. કોકોનટ ઓઇલ પણ રાત્રે સૂતી વખતે લગાવી શકાય.જે નેચરલ ગ્લો આપશે,