Winter Fashion Tips: વિન્ટરમાં સ્વેટરની આ ડિઝાઇન કરો પસંદ, આપશે સ્ટાઇલિશ લૂક
Winter Fashion Tips: શિયાળામાં ઠંડીથી બચવા માટે સ્વેટર જરૂરી બની જાય છે. જેમાં વિવિધ સ્ટાઈલ અને ડિઝાઈનનો સમાવેશ થાય છે. ખાસ કરીને વૂમનના સ્વેટરમાં અનેક ડિઝાઇન અવેલેબલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલગ-અલગ ડિઝાઇનમાં આવતા આ સ્વેટરનાં નામ પણ ખાસ છે. જો તમે પણ અત્યાર સુધી ફક્ત ટર્ટલ નેક સ્વેટર અથવા કાર્ડિગન વિશે જ સાંભળ્યું છે, તો જાણી લો કે સ્વેટરનાં ઘણા પ્રકાર છે અને તે અવનવી ડિઝાઇનના શું નામ છે.
કાર્ડિગન સ્વેટર વિશે તો આપ જાણતા હશો.આ સ્વેટરમાં ફ્રન્ટમાં બટન હોય છે અને ફુલસ્લિવ હોય છે. જેને સમ્પલ લૂક માટે પસંદ કરી શકાય છે. કાર્ડિગનમાં અનેક ડિઝાઇન જોવા મળે છે.
ટર્ટલ નેક સ્વેટરમાં ગરદન પુરી રીતે કવર થઇ જાય છે. જે નીચેની તરફ ફોલ્ડ હોય છે. આ સ્વેટરને પોલોનેક સ્વેટર અથવા રોલ નેક સ્વેટર પણ કહેવામાં આવે છે.
રાઉન્ડ નેકવાળા આ સ્વેટર જેને પુલ ઓવર સ્વેટર પણ કહેવામાં આવે છે. આ સ્વેટર જિન્લ પર સૌથી વધુ પસંદ આવે છે. તેમાં કોઈ બટન નથી અને તે જીન્સ વગેરે સાથે ખૂબ જ ક્લાસી લુક આપે છે.
ક્રૂ નેક સ્વેટરમાં ગોળ નેક લાઇન હોય છે. અને કોલર નથી હોતા. આ સ્વેટર કેઝ્યુઅલ લૂક માટે પ્રીફર કરી શકાય. આપ આ સ્વેટર ફોર્મલ લૂક માટે પણ પસંદ કરી શકો છો.
આ પ્રકારના સ્વેટર પણ હાલ ઇન ટ્રેન્ડ છે, જેને કોલેજ ગોઇંગ ગર્લ્સ ખૂબ પસંદ કરે છે. જેને બોયફ્રેન્ડ સ્વેટર ડિઝાઇન કહે છે. જેની ડિઝાઇન ઢીલી ઢીલી હોય છે. મિત્રો સાથે આઉટિંગ માટે આ સ્વેટરની ડિઝાઇન એકદમ પરફેક્ટ લૂક આપશે તેમજ આપને ટ્રેન્ડી લૂક આપવામાં પણ મદદ કરશે.