Hair Style Look: મેરેજ કે પાર્ટીમાં ખુદને આપવો છે Stylish Look, તો અપનાવો આ 5 હેરસ્ટાઇલ, આપશે યુનિક લૂક
Latest Hairstyle:હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. આ સ્થિતિમાં આ અન્યથી અલગ અને યુનિક લૂક ઇચ્છો છો તો આ 5 હેરસ્ટાઇલને અપવાનો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફ્રેંચ ચોટી પણ ફેસ્ટીવલ લૂકમાં ચાર ચાંદ લગાવી દે છે. જો આપને વાળને સંભાળવા મુશ્કેલ કામ લાગતું હોય તો આપ સાડી સૂટના લૂકમાં આ ફ્રેન્ચ ચોટી બનાવી શકો છો. આ હેરસ્ટાઇલ ખૂબ જ પારંપરિક લૂક આપશે.
હાફ ટાઇ હેયર, આપ સાડી, કુરતી કે અન્ય ટ્ર્ડિશનલ ડ્રેસમાં આ હેર્ સ્ટાઇલ કરી શકો છો.જેમાં આપે આગળાના વાળને પાછળ લઇ જતાં ટાઇ કરવાના છે.પાછળના વાળને ખુલ્લા છોડી દો. તેના સોફ્ટ કર્લ પણ કરી શકો છો.
આજકાલ કર્લ ફેશનમાં છે આપ ઘર પર જાતે જ સિમ્પલ કર્લ કરી શકો છો. ખુલ્લા હેરમાં સિમ્પલ કર્લ ગોર્જિયશ લૂક આપશે.
એથનિક ડ્રેસમાં સિમ્પલ પોનીટેલ પણ સારો ઓપ્શન છે. જેમાં આપ સિમ્પલ પોનીટેલ હેર સ્ટાઇલ અથવા મિડલમાં પાર્ટિશન કરીને પણ પોનીટેલ લઇ શકો છો. આગળના બંને સાઇડના પાર્ટીશનની આગળથી સિમ્પલ ચોટી લઇને પણ આપ નીચેના વાળને ખૂલ્લા ન છોડતા પોનટેલ કરી બાંધી શકો છો.આ સિમ્પલ પણ એક્ટ્રેક્ટિવ લૂક આપે છે.