વધુ પડતા ફેસવોશને કારણે ચહેરાને થાય છે આ નુકસાન, કેટલીવાર ફેસવોશ કરવું યોગ્ય?
ત્વચાની વારંવાર સફાઈ ત્વચામાં હાજર કુદરતી ભેજને ઘટાડી શકે છે, ચહેરાને લાંબા સમય સુધી ધોવાથી કે સ્ક્રબ કરવાથી પણ ત્વચાની કોમળતા ઓછી થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે ત્વચાને વારંવાર ઘસીને ધોઈ લો છો, તો તમારી ત્વચા સખત અને કડક બની શકે છે.
જો તમે તમારા ચહેરાને આખા દિવસમાં ઘણી વાર ધોશો, તો તેના કારણે તમારી ચમક ઓછી થઈ શકે છે અને ત્વચા શુષ્ક થઈ શકે છે.
વધુ વખત ચહેરો ધોવાથી ત્વચાના કોષો પ્રભાવિત થઈ શકે છે, જે ચહેરામાં શુષ્કતા વધારી શકે છે. ચહેરાનું કુદરતી તેલ ઓછું હોઈ શકે છે.
વારંવાર ચહેરો ધોવાની આદત તમને કરચલીઓનો શિકાર પણ બનાવી શકે છે. ત્વચાના પીએચ સ્તરને અસર થઈ શકે છે. જેના કારણે કરચલીઓ કે પિમ્પલ્સ જેવી સમસ્યા થઈ શકે છે.
દિવસમાં વધુમાં વધુ 2 વખત ચહેરો ધોવો જરૂરી છે. જેના કારણે ચહેરાની ચમક પણ જળવાઈ રહે છે.નેચરલ ઓઈલ પણ ખતમ નથી થતું અને પીએચ લેવલ પણ પ્રભાવિત નથી થતું.
સવારે ઉઠ્યા પછી ચહેરો ધોઈ લો અને તમે સાંજે સૂતા પહેલા ચહેરો ધોઈ શકો છો.