PCOS Symptoms: જો શરીરમાં આ લક્ષણો અનુભવાય તો થઇ જજો સાવધાન, પીસીઓએસ હોઇ શકે છે કારણ
દર વર્ષે 1 થી 30 સપ્ટેમ્બર સુધી 'PCOS જાગૃતિ મહિનો' તરીકે ઉજવવામાં આવે છે. PCOS અથવા પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એ સ્ત્રીઓમાં થતી હોર્મોનલ સમસ્યા છે. આ કારણે તેમના શરીરમાં પુરૂષ હોર્મોન એન્ડ્રોજનનું સ્તર નોંધપાત્ર રીતે વધી જાય છે. PCOS ને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે. જાણો તેના લક્ષણો, કારણો અને સારવાર.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આપનું માસિક ચક્ર અનિયમિત હોય તો આ પણ PCOSના લક્ષણો હોઇ શકે છે.
માસિક નિયમિત આવ્યા બાદ પણ જો પીરિયડ્સ દરમિયાન અતિશય રક્તસ્રાવ થતો હોય તો પણ આ નોર્મલ સ્થિતિ નથી.
પીઠ, પેટ, છાતી, ચહેરો અને શરીર પર વધુ પડતા વાળનો વિકાસ પણ PCOSના લક્ષણો હોઇ શકે છે.
જો આપને ચહેરા અને પીઠ પર ખીલ થતાં હોય વાળ વધુ ખરતા હોય તો સમયસર તબીબની સલાહ લઇને નિદાન કરાવવું જરૂરી
શરીરના સાંધાઓની આજુબાજુની ચામડી, જેમ કે ગરદન, જંઘામૂળ, સ્તનની અંદરની ચામડીનું કાળું પડવું માથાનો દુખાવો વગેરે PCOSના લક્ષણો હોઇ શકે છે.
વજનમાં અચાનક વધારો થઇ રહ્યો હો તો પણ બની શકે આપને PCOSની સમસ્યા સતાવતી હોય