કેમિકલયુક્ત સ્ટ્રેટનિંગથી કેન્સરનું છે જોખમ, આ ઘરમાં પડેલી વસ્તુઓથી કરી જુઓ હેર ટ્રીટમેન્ટ, મળશે લાજવાબ રિઝલ્ટ
હાલ હેર સ્ટ્રેટનિંગ, રિબાઉન્ડિંગ સોફ્ટનિંગ અને કેરાટિનનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. કાયમી હેર સ્ટ્રેટનિંગ કરાવીને, તમે તમારા વાળને સુંદર અને સ્ટાઇલિશ બનાવી શકો છો. જો કે આ વસ્તુ નુકસાનકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર વાળને સીધા કરવા માટે ઉપયોગમાં લેવાતા રાસાયણિક ઉત્પાદનોમાં કાર્સિનોજેનિક ગુણધર્મો હોય છે. તેનાથી ગર્ભાશય જેવા કેન્સરનો ખતરો વધી જાય છે.
તો રાસાયણિક ઉત્પાદનોને બાય-બાય કરીને, આપ નેચરલ વસ્તુઓથી સ્ટ્રેટનિંગ કરી શકો છો. આપના રસોડામાં જ મોજૂદ ઇન્ગ્રીડિયન્ટથી આપ હેરને સ્ટ્રેટ કરી શકો છો.
નાળિયેરનું દૂધ અને લીંબુનો રસ-નારિયેળના દૂધ અને લીંબુના રસ સાથે કુદરતી હેર સ્ટ્રેટનર તરીકે કામ કરે છે. આ માટે ¼ કપ નારિયેળનું દૂધ અને 1 ચમચી લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને આખી રાત ફ્રીજમાં રાખો. આ મિશ્રણને સવારે વાળના મૂળથી છેડા સુધી લગાવો. તેને લગભગ 30 મિનિટ સુધી રહેવા દો. પછી તેને ઠંડા પાણી અને હળવા સલ્ફેટ ફ્રી શેમ્પૂથી ધોઈ લો. આ પ્રક્રિયા દર અઠવાડિયે કરવાથી હેર સ્ટ્રટ થઇ જશે.
ઇંડા અને ઓલિવ ઓઇલ - ઈંડા અને ઓલિવ ઓઈલ કુદરતી રીતે વાળને સીધા કરવામાં પણ ફાયદાકારક છે. આ માટે, 2 ઈંડા અને 3 ચમચી ઓલિવ ઓઈલ સારી રીતે ભળી જાય ત્યાં સુધી બીટ કરો. આ મિશ્રણને તમારા વાળમાં લગાવો અને લગભગ એક કલાક સુધી રહેવા દો. પછી તમારા વાળને ઠંડા પાણી અને હળવા સલ્ફેટ-મુક્ત શેમ્પૂથી ધોઈ લો. આ ટિપ્સ અઠવાડિયામાં એકવાર લગાવો.
ચોખાનો લોટ અને ઈંડું- આપ ચોખાના લોટ અને ઈંડાના માસ્કનો ઉપયોગ કરીને વાળને સીધા કરી શકો છો. આ માટે 1 ઈંડાની સફેદીમાં 5 ચમચી ચોખાનો લોટ અને ¼ કપ દૂધ મિક્સ કરો જ્યાં સુધી તમને સ્મૂધ મિશ્રણ ન મળે. આ મિશ્રણને તમારા વાળમાં મૂળથી લંબાઈ સુધી લગભગ એક કલાક સુધી લગાવો અને તેને તમારા સામાન્ય શેમ્પૂથી ધોઈ લો. તમે આ માસ્કને 4-8 દિવસમાં 1 વાર લગાવી શકો છો.
મોંઘીદાટ હેર ટ્રીટમેન્ટ કર્યાં બાદ તે હેરમાં રિઝલ્ટ તો જોવા મળે છે પરંતુ તે ખરા અર્થમાં હેરને લાંબા ગાળે નુકસાન ચોક્કસ કરે છે. તેનાથી હેરની ક્વોલિટી ડેમેજ થાય છે.આ ટ્રીટમેન્ટના બદલે આપ આ નેચરલ પ્રોડક્ટને અનુસરસો તો સારૂ રિઝલ્ટ મળશે અને જેની કોઇ સાઇડ ઇફેક્ટ પણ નથી.