Weight Loss After Delivery: ડિલિવરી બાદ આ 6 ઉપાયથી સરળતાથી વજન અને પેટની ચરબી ઘટાડો
Weight Loss Tips: મોટાભાગની મહિલાઓ પ્રેગ્નન્સી પછી વધતા વજનથી પરેશાન રહે છે. જો તમે ડિલિવરી પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો વજન સરળતાથી ઘટાડી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેગ્નન્સી પછી દરરોજ મેથીનું પાણી પીવું. આ હોર્મોન્સને સંતુલિત કરવામાં અને પેટ ઘટાડવામાં મદદ કરશે. 1 ચમચી મેથીના દાણાને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે ગરમ કર્યા બાદ પીવો.
ડિલિવરી પછી, લગભગ 6 મહિના સુધી ફક્ત ગરમ અથવા નવશેકું પાણી પીવો. ગરમ પાણીથી પેટ ઓછું થાય છે અને શરીર પર ચરબી જમા થતી નથી.
સગર્ભાવસ્થા પછી બાળકને ફીડિંહ કરાવવાથી પણ વજન ઘટાડવામાં સરળતાથી મદદ મળે છે. જેના કારણે શરીરમાં રહેલા ફેટ સેલ્સ અને કેલરીનો ઉપયોગ દૂધ ઉત્પાદનમાં થાય છે અને વજન ઘટવા લાગે છે.
પ્રેગ્નન્સી પછી તજ,લવિંગનું પાણી પીવાથી પેટ ઓછું થાય છે. 2-3 લવિંગ અને 1/2 ચમચી તજને પાણીમાં ઉકાળો અને જ્યારે તે ઠંડુ થાય ત્યારે પીઓ.
ડિલિવરી પછી વડીલો પેટ બાંધવાનું કહે છે. તમારા પેટને સુતરાઉ કપડા અથવા મેડિકેટેડ બેલ્ટથી બાંધો. આ પેટને સામાન્ય આકારમાં લાવવામાં મદદ કરે છે.
એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર ગ્રીન ટી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ડિલિવરી પછી ગ્રીન ટી પીવો. ગ્રીન ટી પીવાથી ઝડપથી વજન ઘટે છે.