એલર્ટ: શું આપને વારંવાર લાગે છે ભૂખ, આ સમસ્યા પાછળનું હોઇ શકે છે આ મુખ્ય કારણ, ડાયટમાં કરો આટલા ફેરફાર
ભૂખ બધાને લાગે છે, જે સ્વાભાવિક છે. શરીરને ઊર્જા માટે કંઇક કંઇક આહાર આપવો જરૂરી છે પરંતુ જમ્યા બાદ તરત જ ભૂખ લાગતી હોય તો તેની પાછળના કેટલાક કારણો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટલાક કેસમાં જમ્યા બાદ પણ વાંરવાર ભૂખ લાગે છે અને ખાવાનું મળે તો માથામાં દુખાવો જેવી સમસ્યા સતાવે છે. હેલ્થ એક્સપર્ટના મત મુજબ આ સ્થિતિ પાછળ કેટલાક કારણો જવાબદાર હોઇ શકે છે.
જો શરીરને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન મળતું હોય તો પણ આ સમસ્યા થઇ શકે છે. પ્રોટીનમાં ભૂખને ઓછી કરવાના ગુણ છે.સોયાબીન. કઠોળ, દાળ પનીર પ્રોટીનના સ્ત્રોત છે. જેને ડાયટમાં સામેલ કરો.
જો આપ પુરતી ઊંઘ ન લેતા હો તો પણ વાંરવાર ભૂખ લાગે છે. 7થી8 કલાક ઊંઘ ન લેવાથી ઘ્રેલિન હોર્મોન વધી જાય છે. આ હોમોન્સ શરીરમાં વધી જતાં તે ભૂખ લગાડે છે.
ડાયટમાં ફાઇબરની કમી પણ ભૂખ લગાડે છે. ડાયટમાં પુરતા માત્રામાં ફાઇબરને સામેલ કરો. જેનાથી પેટ ભરેલ રહે છે અને ભૂખ સંતોષાતા વાંરવાર ખાવાની ઇચ્છા નથી થતી. તેથી વજન નિયંત્રણમાં રહે છે. ફાઇબરને ડાયટમાં સામેલ કરવા માટે ઓટસ, અળસી, બીજને ડાયટમાં સામેલ કરો