Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપી તથ્ય વિરુદ્ધ કઇ કઇ કલમ હેઠળ નોંધાયો ગુનો, જાણો કોણ બન્યું ફરિયાદી?
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવ લોકોને કચડનાર આરોપી તથ્ય સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી તથ્ય વિરુદ્ધ IPCની કલમ 304, 279,337,338 અને મોટર વ્હીકલ્સ એક્ટની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધાયો હતો. ટ્રાફિક વિભાગના પીઆઈ વી.બી. દેસાઈ ફરિયાદી બન્યા હતા. (આરોપી તથ્ય પટેલ)
આરોપી તથ્ય કોલેજના બીજા વર્ષમા અભ્યાસ કરે છે. સારવાર આપવાના બહાને તથ્યને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તથ્યનો બાપ પ્રજ્ઞેશ પટેલ અનેક કેસનો ગુનેગાર છે. પ્રજ્ઞેશ પટેલ જમીન કૌભાંડનો પણ આરોપી છે. (મૃતક હોમગાર્ડ)
મૃતકોની ઓળખ 25 વર્ષીય અમન કચ્છી, 21 વર્ષીય અરમાન વઢવાણિયા, 35 વર્ષીય ધર્મેન્દ્રસિંહ પરમાર, 35 વર્ષીય નિલેશ ખટિક, 20 વર્ષીય રોનક વિહલપરા, 23 વર્ષીય કૃણાલ કોડિયા, 21 વર્ષીય અક્ષય ચાવડા, 22 વર્ષીય નિરવ તરીકે થઇ હતી.
આ અકસ્માતમાં મોતને ભેટેલા મોટાભાગના લોકો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના હતા. મોટાભાગના મૃતકો પીજીમાં રહેતા હતા.
ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. તે દરમિયાન જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા (મૃતકો- અમન અને અરમાન)
ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. તે દરમિયાન જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા (મૃતક- કૃણાલ)
ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. તે દરમિયાન જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા (મૃતક- રોનક)