Ahmedabad Corona Cases: ગુજરાતના આ શહેરમાં કોરોનાની ભયાનક સ્થિતિ, હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાગી લાઈનો
ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની ગયું છે. જેમાં સૌથી વધુ ખરાબ હાલત અમદાવાદ અને સુરતની છે. અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી હતી. એમ્બ્યુલન્સની લાઇન પરથી અમદાવાદમાં કોરોનાનું શું ચિત્ર હશે તેની કલ્પના કરી શકાય છે.
108 ઈમરજન્સી સર્વિસના ઓપરેશન હેડના જણાવ્યા મુજબ વેઈટિંગ ટાઈમ વધ્યો છે. છેલ્લા 10 દિવસથી ઈમરજન્સી ફ્લો વધ્યો છે. તેમના કહેવા મુજબ છેલ્લા થોડા દિવસોથી રોજના 4500થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોનાકાળમાં પહેલીવાર મંગળવારે 2,251 કેસ નોંધાયા હતા અને 23 લોકોને કોરોના ભરખી ગયો હતો. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)