Ahmedabad News: પાર્ક કરેલી કારના કાચ તોડી ચોરી કરતી ગેંગના 2 શખ્સો ઝડપાયા, 30 ચોરીનો ભેદ ઉકેલાયો
ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મહિલાના ૮૦ હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. પરંતુ દાગીનાની કિંમત કરતા, તેની સાથે લાગણીશીલ સંબધ જોડાયેલ હતો. કેમ કે ચોરાયેલા સોના ચાંદીના દાગીના ફરિયાદી મહિલાના પતિ એ લાવી આપ્યા હતા અને તેના પતિનું અવસાન થઈ ચૂક્યું હતુ, જોકે આ દાગીના તેના પતિની અંતિમ નિશાની હોવાના કારણે તેની સાથે લાગણી બંધાયેલ હતી. આ સોના ચાંદીના દાગીના ચોરી થયા બાદ ફરિયાદી મહિલા દ્વારા પોલીસને વિનંતી કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેથી પોલીસે સક્રિય બની આરોપીને પકડવા કામે લાગી. માત્ર એક કે બે નહીં પરંતુ કરેલ વાહનના કાચ તોડીને ચોરી કરવાની 30 ઘટનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી પાસે સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત કુલ 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મોટી વાત એ છે કે આરોપીઓ પોલીસની નજરથી બચવા માટે અવનવી તરકીબો અજમાવતા. કારના કાચ તોડવા માટે તેઓ નાના બાળકોનો ઉપયોગ કરતા. બાળકો મારફતે કાચ પર ગીલોડ કે પથ્થર અથવા તો હાથના કડા થકી તોડાવતા અને ચોરીની ઘટનાને અંજામ આપતા.
આરોપીઓ તમિલનાડુના છે જે 10 વર્ષ પહેલાં અમદાવાદ આવ્યા હતા ચોરીની ઘટના માં એક બાદ એક સફળતા મળતા તેમને વટવા વિસ્તારમાં બે ઘર પણ બનાવી દીધા હતા. પોલીસની નજરથી બચવા માટે આરોપીઓ એક કરતાં વધારે રીક્ષા બદલતા અને વારંવાર કપડા બદલતા.
આરોપી એટલા શાતીર હતા, કે જે કારમાંથી ચોરી કરતા તેમાંથી મોબાઇલ કે ઇલેક્ટ્રીક ગેજેટની ચોરી કરવાનું ટાળતા કેમ કેસેટથી ટ્રેસ થવાનો ડર હતો. જોકે એલસીબી ઝોન 1 પોલીસ દ્વારા પાછલા ત્રણ મહિનાથી હ્યુમન સર્વેન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જોકે હજુ પણ આ કિસ્સામાં મુખ્ય આરોપી ફરાર છે