Ahmedabad Rain: અમદાવાદ થયું જળબંબાકાર, મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ, વરસાદે ફરી ખોલી મનપાની પોલ

પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારો પ્રભાવિત: શહેરના પૂર્વના વિસ્તારો જેમ કે નિકોલ, ગોપાલ ચોક, દાણીલીમડા વગેરેમાં ભારે વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ઘણા ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
S.G. હાઈવે પર પાણી ભરાયું: શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા S.G. હાઈવે પર પણ મૂશળધાર વરસાદથી પાણી ભરાયા હતા. સર્વિસ રોડ તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

શાળાઓ અને હોસ્પિટલો પણ બચી શકી નહીં: નિકોલમાં આવેલી એક શાળાનું પરિસર પણ પાણીમાં ગરકાવ થયું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા હતા. યુ.એન. મહેતા હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે પણ પાણી ભરાયા હતા.
ગેરકાયદેસર ડ્રેનેજ સિસ્ટમ બની મુશ્કેલીનું કારણ: હાંસોલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલી ડ્રેનેજ સિસ્ટમ બંધ કરી દેવામાં આવતા ગટરના પાણી ઉભરાયા હતા, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા: ભારે વરસાદના કારણે શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ખરાબ ન થાય તે માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા, જેથી શહેરનું પાણી ઝડપથી ઠરી શકે.