Arvind Kejriwal PHOTO: દિલ્હી પહોંચ્યો ગુજરાતના સફાઈકર્મીનો પરિવાર, કેજરીવાલ સાથે લીધુ ભોજન
Harsh Solanki Lunch with Arvind KejriwalPHOTO: આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના આમંત્રણ પર ગાંધીનગરના રહેવાસી હર્ષ સોલંકી પોતાના પરિવાર સાથે હવાઈ માર્ગથી આજે દિલ્હી પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને હર્ષ સોલંકી તથા તેમના પરિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ભોજન લીધુ.
અરવિંદ કેજરીવાલની મહેમાનગતિ જોઈ ભાવુક થયો હર્ષ સોલંકી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હર્ષ સોલંકીનું સાલ ઓઢાડી સ્વાગત કર્યુ.
હર્ષ સોલંકીએ એરવિંદ કેજરીવાલને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું, તેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે, બધા નેતાઓ દલિત લોકોના ઘરે જમવા જાય છે. આજે હું તમને મારા ઘરે જમવાનું આમંત્રણ આપું છે.
આજે હર્ષનો પરિવાર દિલ્હી પહોચ્યો અને અરવિંદ કેજીરીવાલના ઘરે ભોજન લીધું.
તેમની સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા તથા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ હતા.
હર્ષ સોલંકીએ કેજરીવાલને બાબા સાહેબ આંબેડકરની તસવીર ગિફ્ટમાં આપી.