Cyclone Tauktae :અમદાવાદમાં વાવાઝોડાએ કહેર મચાવ્યા બાદ સામે આવી તસવીરો, અનેક વાહનોનો વળી ગયો સોથ
તૌક્તે વાવાઝોડું ગઈકાલે અમદાવાદમાં પ્રવેશતા જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગસ પડતા ભારે નુકશાન થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદની યુએન મહેતા હોસ્પિટલનું બોર્ડ પણ વાવાઝોડામાં તૂટી ગયું હતું અને હવામાં લટકતું હતું.
શહેરમાં હાઈવે પરના અને ચાર રસ્તાઓ પરના હોર્ડિંગ્સના પતરાઓ પડતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતીઘણા વિસ્તારોમાં લોખંડના થાંભલાઓ પરના મસમોટા પતરાઓના હોર્ડિંગસના પતરા તુટયા હતા તો કેટલાક વિસ્તારોમાં આખા હોર્ડિંગ્સ જ લોખંડના થાંભલાઓ સાથે તુટીને નીચે પડયા હતા.
વાવાઝોડાના કારણે શહેરમાં જર્જરીત થયેલા મકાનની બાલ્કની ધરાશાયી થઈને નીચે પાર્ક કરેલી રીક્ષા પર પાર્ક કરતાં આવી હાલત થઈ હતી.
શહેરમાં અનેક લકઝુરિયસ કાર વૃક્ષો નીચે દબાઈ હતી. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં વાવાઝોડાના કારણે વૃક્ષો પડ્યા હતા.