In Photos: ભાજપના ગઢ ગણાતા નારણપુરા વિસ્તારમાં લાગ્યા ભાજપ વિરોધી બેનર્સ
નારણપુરામાં રોડ કપાતને લઈને સ્થાનિકોએ સોસાયટી તેમજ બંગલા બહાર ભાજપ વિરોધી બેનર્સ લગાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિલ્ડરોને રાજી રાખવા માટે સ્થાનિકોનો ભોગ લેવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.
વિધાનસભા ચૂંટણી પહેલા પણ નારણપુરા વિસ્તારમાં ભાજપ વિરોધી નારા લાગ્યા હતા અને બેનર્સ લગાવીને રોડ રસ્તા કપાતને લઈને તેઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો .
પરંતુ ચૂંટણી આવતાની સાથે જ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા દસ વર્ષ સુધી રોડ કપાત નહીં થાય તેવા વાયદા આપવામાં આવ્યા પરંતુ આ વાયદા પોકળ સાબિત થયા.
ચૂંટણી પૂરી થયાના ત્રણ મહિનામાં જ ફરી એક વખત નારણપુરા વિસ્તારમાં રોડ રસ્તા પહોળા કરવા માટે કપાત આવી રહી છે તેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
0 ફૂટના રોડને હવે 100 ફૂટમાં કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે એવા પરિસ્થિતિમાં સ્થાનિકોનો આક્રોશ છે કે નારણપુરા ક્રોસિંગ 60 ફૂટનો જ રોડ છે તો તેને કેવી રીતે સો ફૂટમાં પરિવર્તિત કરવામાં આવશે.
આ મુદ્દે ધારાસભ્ય અને કોર્પોરેટર પોતાનો લુલો બચાવ કરી રહ્યા છે.