Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદ: બાપુનગરના શ્યામ શિખર કૉમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ, મોબાઈલ, જવેલરી સહિતની 15 દુકાનો બળીને ખાખ
આગ લાગતા 8 જેટલા ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવીને હાલ કુલિંગની કામગીરી શરૂ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાયર વિભાગના જણાવ્યા અનુસાર કોમ્પલેક્સમાં આવેલી ચાની કિટલીમાં ગેસ સિલિંડરમાં લાગેલી આગ સંપૂર્ણ કોમ્પલેક્સમાં પ્રસરી હતી.. ભીષણ આગમાં 15થી વધુ દુકાનો બળીને ખાખ થઈ.. તો કોમ્પલેક્સના ત્રીજા માળે આવેલ હોટલ પણ આગની ઝપેટમાં આવી છે.. જો કે વહેલી સવારે લાગેલી આગથી મોટી જાનહાની ટળી..
આગ ના કારણે 3 માળ પર આવેલી હોટલ પણ આવી ઝપેટમાં. આગની ઝપેટમાં આશરે 15 જેટલી દુકાનો આવી ગઈ હતી. જેના કારણે દુકાનોમાનો લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર ના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામ શિખર કૉમ્પલેક્સમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. 15થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી.
ભીષણ આગ લાગતા આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. જો કે, જાનહાનીના હાલ કોઈ સમાચાર સામે આવ્યા નથી.
બાપુનગરમાં આ કૉમ્પલેક્સ મોબાઈલ હબ તરીકે ઓળખાય છે. મોબાઈલ, જવેલરી સહિત બેન્કનું ATM પણ આગળમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -