પાણીપુરી ખાતા પહેલા ચેતી જજો! અમદાવાદ દિવાન પકોડીની પાણીપુરીના પાણીમાંથી વંદો નીકળ્યો, એકમ સીલ
gujarati.abplive.com
Updated at:
06 Jan 2025 04:50 PM (IST)
1
રવિવારે હર્ષ શાહ નામના યુવાન જોધપુર વિસ્તારમાં આવેલા દિવાન પકોડી સેન્ટર પર નાસ્તો કરવા ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તે સમયે તેમણે પાણીપુરીના પાણીમાં વંદો જોયો હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેનો વિડીયો પણ બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
3
વિડીયો વાયરલ થતાં AMCના આરોગ્ય વિભાગે રવિવારે જ સ્થળ પર મુલાકાત લીધી હતી. તે સમયે એકમ બંધ હોવાથી હાલ પૂરતું તેને સીલ કરી દેવામાં આવ્યું છે.
4
AMCના આરોગ્ય વિભાગે દુકાનના સંચાલકને હાજર થઈને આ બાબતે જવાબ રજૂ કરવા માટે પણ સૂચના આપી છે.
5
આ ઘટનાથી શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. AMCના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા તાત્કાલિક પગલાંને લોકોએ આવકાર્યા છે અને આવી બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.