Cruise Photos: તસવીરોમાં જુઓ અમદાવાદમાં અમિત શાહે ઉદ્ઘાટન કરેલી ક્રૂઝ-કમ-ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટમાં કેવી છે સુવિધાઓ
Ahmedabad: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદીઓને એક મોટી ભેટ આપી છે, શહેરની વચ્ચોવચથી પસાર થઇ રહેલી સાબરમતી નદીમાં આજથી એક ખાસ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને તરતી મુકવામાં આવી છે, આનું ઉદઘાટન અમિત શાહે વર્ચ્યૂઅલી કર્યુ હતુ, અને આ દરમિયાન તેમને સંબોધન કરતાં કહ્યું કે, હું અમદાવાદમાં આવીશ ત્યારે મારા ફેમિલી સાથે આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટમાં જમવા જઇશ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને 15 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, AMC, સાબરમતી રિવરફ્રન્ટ અને અક્ષર ટુર દ્વારા આ ક્રૂઝને તૈયાર કરવામાં આવ્યુ છે. 2 એન્જીન સાથેની દોઢ કલાક ચાલી શકે એવી આ સ્પેશ્યલ 30 મીટર લાંબી ક્રૂઝ છે, આ ક્રૂઝ મેક ઇન ઇન્ડિયા છે. 165 લોકોની ક્ષમતા ધરાવતી આ ક્રૂઝ બૉટ છે, આમાં 180 સેફટી જેકેટ, ઇમરજન્સી રેસ્ક્યૂ બૉટ પણ નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખશે,
આ રેસ્ટૉરન્ટને 15 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, આમાં 150 લોકો ભોજન લઈ શકે એવી ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ગાંધીબ્રિજથી સરદારબ્રિજ સુધી નદીમાં મુસાફરી કરાવશે. જોકે, ખાસ વાત છે કે આનાથી કૉર્પોરેશનને મોટી કમાણી પણ થશે, કેમ કે ખાનગી એજન્સી સાબરમતી નદીના ઉપયોગ કરવા માટે વાર્ષિક 45 લાખ AMCને ચૂકવશે.
આ ક્રૂઝને કોર્પૉરેટ મીટિંગ અને ફેમિલી ગેટ ટુ ગેધર માટે ભાડે પણ આપવામાં આવશે, ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટની અંદર પણ ફર્નિચરને મૉર્ડન લૂક આપવામાં આવ્યો છે. સ્માર્ટ LED અને એરકન્ડિશન સુવિધાથી આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટ સજ્જ હશે. ખાનગી એજન્સી પ્રતિ વર્ષ amc ને સાબરમતીના ઉપયોગ બદલ 45 લાખ ચૂકવશે.
આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટ ક્રૂઝના નિર્માણમાં કરોડોનો ખર્ચ થયો હતો, જેમાં SRFDCLને 45 લાખની વધારાની વાર્ષિક લાઇસન્સ ફી ચૂકવવામાં આવી હતી. આ ક્રૂઝ ફેબ્રુઆરીમાં વલસાડના ઉમરગામથી સાબરમતી રિવરફ્રન્ટ પર લાવવામાં આવ્યું હતું અને આને બનાવવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો.
બે માળની ક્રૂઝ-કમ-ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટ છે.
પહેલા માળે એસી કેબિન અને ઉપરના માળે ખુલ્લી જગ્યા છે.
એકસાથે 125 થી 150 લોકો બેસી શકે એવી ક્ષમતા છે.
લાઈવ શૉ, સંગીત પાર્ટીઓ, જન્મદિવસની પાર્ટીઓ અને ઓફિસ મીટિંગ્સ સહિત મનોરંજન સુવિધાઓ પણ છે.
સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી એક રાઉન્ડ ટ્રીપમાં દોઢ કલાક લાગે છે. સરદાર બ્રિજ અને અટલ બ્રિજ વચ્ચે ઘાટનું નિર્માણ છે.