કેન્દ્રિય બજેટને લઇને શું કહી રહ્યા છે જુદા જુદા સેક્ટરના એક્સપર્ટ?
1/6
"કેન્દ્રિય બજેટ 2021-22 આડે હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે જુદા જુદા સેક્ટરના એક્સપર્ટ દ્વારા અપેક્ષાઓ અને મૂલ્યાંકનો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે."
2/6
બીલાઈન બ્રોકિંગના ડિરેક્ટર પ્રદિપ સંધીરે કહ્યુ કે, "કેન્દ્રિય બજેટ 2021માં સરકાર નીચી આવક ધરાવતા જૂથમાં વાર્ષિક રૂ.5,00,000થી વધારે આવક ધરાવતા લોકોને આવકવેરામાં થોડી રાહત આપી શકે તેવી શક્યતા છે. તે સેક્સન 80સી હેઠળ કરકપાતની મર્યાદા પણ વધારે તેવી શક્યતા છે. તેનાથી બચતમાં વધારો થશે અને અંતે સરકારના હાથમાં વધુ ફંડ આવશે. હાલમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (એલટીસીજી) ટેક્સનો દર 10 ટકા છે જે રદ કરવામાં આવે તેવી અપેક્ષા છે. સંરક્ષણ, ફાર્મા, હેલ્થકેર અને ઓટો ક્ષેત્ર કેન્દ્રમાં રહી શકે છે."
3/6
વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર કુનાલ મહેતાએ કહ્યુ કે, "ડેટ અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણને પ્રોત્સાહિત કરવા માટે ડીએલએસએસ (ડેટ લિંક સેવિંગ્સ સ્કીમ્સ) રજૂ કરવાની જરૂર છે. આ પ્રકારનું ફંડ કોર્પોરેટ ડેટ ફંડમાં અને અન્ય ડેટ સાધનો માટે રોકાણ કરવા સૂચવવામાં આવ્યું છે. જે 5 વર્ષ લોકિંગ રાખવાનો પ્રસ્તાવ છે અને આ રોકાણોને ELSS ની જેમ 80c મુજબ ટેક્ષમાં છૂટ આપવી જોઈએ."
4/6
સીટાના સીઇઓ અને ફાઉન્ડર કિરણ સુતરીયાએ કહ્યું કે,"સીટા સોલ્યુશન્સ પ્રા. લિ.ના સ્થાપક સીઈઓ શ્રી કિરણ સુતરિયા સાથે અમારી ચર્ચામાં તેમણે આઇટી ઉદ્યોગ વિશે તથા કોરોના રોગચાળા પછી આઇટી ઉદ્યોગની અપેક્ષા વિશે પોતાનું વિશ્લેષણ રજુ કર્યું હતું. તેમણે ટેક્સના લાભો ઉપરાંત IoT અને બીજી ટેક્નોલોજિકલ ડિવાઇસની આયાત પ્રક્રિયા સરળ બનાવવા પર ભાર મૂક્યો હતો. તેનાથી ભારતમાં એડવાન્સ્ડ ટેક્નોલોજીના માર્કેટને ઉત્તેજન મળશે."
5/6
ચાર્ટર્ડ એકાઉટન્ટ હિતેશ પોમલે કહ્યું કે "અગામી બજેટ માં સરકાર દ્રારા જો ખર્ચ મા વધારો કરવામાં આવે તોજ કોવિડ થી અસર પામેલ અર્થતંત્રમા સુધારો થશે , વિગતે જણાવું તો સરકાર જો નરેગા,ઇંફાસ્ટૃક્ચર વિ.ના કામમાં બજેટ ની ફાડવણી વધારીને વધુ ખર્ચ કરવાનું શરૂ કરશે તો તેના પગલે સ્ટીલ, સીમેંટ વી. વેચાણ વધશે આનાથી જે તે કારખાનાઓમાં રોજગારી વધશે સાથેસાથે નરેગા વિગેરેમાં પણ ગરીબોના હાથમા પૈસા જસે અને અત્યારે અર્થ તંત્રની જે મોટા માં મોટી જરુરીયાત માંગમાં વધારો કરવાની છે તે પૂરી થશે અને આખુ અર્થતંત્ર બે આંકડામાં વિકાસ કરતું થઈ જશે. અત્યારે મધ્યમવર્ગ મોઘવારીમાં કચડાઈ ચૂક્યો છે તો તેને પણ આવકવેરામાં રાહત મળે તો પણ તેનાથી અર્થતંત્રમાં માંગ વધે.આ સીવાય મહત્તમ આવકવેરાનો દર બધા માટે 30 ટકા કરી દેવામાં આવે તો બજારને ઉત્તેજન મળશે."
6/6
કલોઝ સપોર્ટ બિઝનેસ સોલ્યુશન્સના ડાયરેક્ટર કર્નલ રાહુલ શર્માએ કહ્યુ કે "મારી વિનંતી છે કે બજેટમાં અર્થતંત્રમાં નવચેતન લાવવા પર સક્રિય ધ્યાન આપવામાં આવે અને આર્થિક વૃદ્ધિ તથા સ્થિરતાને લક્ષ્યમાં રાખવામાં આવે. સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય પર વધારે ખર્ચ કરવામાં આવે તો માંગ વધશે અને તમામ કદના બિઝનેસને ટેકો મળશે. બિઝનેસ ડિજિટલ ટેક્નોલોજી પર ખાસ ભાર મૂકે છે. મને આશા છે કે સરકાર એવી નીતિઓ અને પ્રોત્સાહનો ઘડશે જેનાથી ડિજિટલ ઇકોસિસ્ટમ મજબૂત બનશે અને તે તમામ સ્તરે આર્થિક વૃદ્ધિ માટે ખરા અર્થમાં પ્રેરક બળ બનશે."
Published at :