Ahmedabad Rain: ભારે બફારા બાદ અમદાવાદમાં વરસાદે બોલાવી બઘડાટી, જુઓ તસવીરો
બપોરના સમયથી શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેમાં સૌથી વધુ શહેરના સોલા, ગોતા, ઇસ્કોન, સરખેજ સહિતના વિસ્તારોમાં ખાબક્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત પાલડી, શાહીબાગ, રાણીપ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાંપટા શરૂ થયા હતા.
ખાસ વાત છે કે, અમદાવાદમાં આ સિઝનનો અત્યાર સુધી 56 ટકા જ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી માત્ર 17.50 ઈંચ જ વરસાદ વરસ્યો છે.
અમદાવાદ જિલ્લામાં પણ સિઝનમાં માત્ર 51.71 ટકા જ વરસાદ વરસ્યો છે.
આગામી 24 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદ પશ્ચિમની સાથે પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદના ગ્રામિણ વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યુ હતુ.
આજે બપોરે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી જેમાં નવરંગપુરા, રાણીપ, પાલડી, વાસણા, વાડજમાં વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.