Harbhajan Singh PHOTO: રાજ્યસભા સાંસદ હરભજન સિંહએ યોજ્યો રોડ શો, મોટી સંખ્યામાં લોકો જોડાયા
Harbhajan Singh PHOTO: આપના રાજ્યસભા સાંસદ હરભજન સિંહ આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે અમદાવાદ,માણસા અને વિજાપુરમાં રોડ શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યસભા સાંસદ હરભજન સિંહ સાથે પંજાબના સીએમ ભગવંત માન
હરભજન સિંહની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
હરભજન સિંહની સાથે પંજાબના સીએમ ભગવંત માન, રાજ્યસભા સાંસદ રાધવ ચઢ્ઢા અને દિલ્લીના સીએમ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા.
માણસા અને વિજાપુરમાં રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો.
ફ્રી વીજળી માટે આમ આદમી પાર્ટીને એક મોકો આપવા હરભજન સિંહે અપીલ કરી હતી.
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં અમદાવાદના સરસપુર ખાતે રોડ શો યોજાયો હતો.
ગુજરાતની ચૂંટણીમાં પહેલી વખત હરભજન સિંહ પ્રચાર માટે આવ્યા છે.