World Cup: અમદાવાદની આ યુવતીએ ચોકલેટમાંથી વર્લ્ડ કપ બનાવી જમાવ્યું આકર્ષણ, જુઓ તસવીરો
Chocolate World Cup Photo: દેશભરમાં વર્લ્ડ કપ ક્રિકેટનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં શનિવારે હાઈ વોલ્ટેજ મેચ યોજાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત-પાકિસ્તાનના મહાસંગ્રામને જોવા ક્રિકેટ રસિકોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે. જેને લઈને દેશભરના લોકો ક્રિકેટના રંગે રંગાયા છે.
કોઈ ટેટુ તો કોઈ બોડી પેંટિંગ કરીને ભારતીય ટીમને સપોર્ટ કરી રહ્યા છે.
જો સેલિબ્રેશનની વાત આવે તો અમદાવાદીઓ ક્યારેય પાછળ ના રહે. હવે અમદાવાદના શિલ્પા ભટ્ટે ચોકલેટ વર્લ્ડ કપ બનાવી આકર્ષણ જમાવ્યું છે.
અમદાવાદી ચોકલેટ મેકરે વર્લ્ડ કપ બનાવી આકર્ષણ જમાવ્યું છે. ભારત પાકિસ્તાનની મેચમાં ક્રિકેટરોને અનોખી રીતે ચેયર અપ કરશે.
સમગ્ર દેશભરમાં વર્લ્ડ કપ ફિવર ચાલી રહ્યો છે ત્યારે ચોકલેટ મેકર શિલ્પા ભટે બનાવ્યો ચોકલેટમાંથી વર્લ્ડ કપ બનાવ્યો છે. 3 kg ચોકલેટથી આ વર્લ્ડ કપ બનાયો છે.
ત્યારે આવતીકાલની મેચને લઈને તમામ ક્રિકેટ રસીકો ઉત્સાહમાં છે એવામાં શિલ્પા ભટે પણ આ ચોકલેટ વર્લ્ડ કપ બનાવીને ભારતીય ક્રિકેટરનો ઉત્સાહ વધાર્યો છે.
દરેક ક્રિકેટ રસિક કંઈકને કંઈક નવું કરી રહ્યા છે એવામાં શિલ્પા માટે આ ચોકલેટ વર્લ્ડ કપ બનાવ્યો છે. હાલમાં આ ચોકલેટ વર્લ્ડ કપની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.