Ahmedabad: વરસાદના કારણે ટ્રેન વ્યવહારને અસર, મુંબઈ,કર્ણાટક અને બેંગ્લોર જતા પ્રવાસીઓ ફસાયા
અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહારને પણ અસર પડી છે. મુંબઈ,કર્ણાટક અને બેંગ્લોર જનાર પ્રવાસીઓને ટ્રેનો બંધ રહેતા મુશ્કેલીઓ પડી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ પાણીને પગલે ભરૂચ બ્રિજ ઉપરથી પાણી વહી રહ્યું છે. રેલવે પ્રશાસન દ્વારા 19 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
પોતાના ધંધાર્થે બેંગ્લોર જનાર પ્રવાસીઓ છેલ્લા 11 કલાકથી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. કર્ણાટક જનાર પ્રવાસી છ કલાક ટ્રેન મોડી આવવના મેસેજ બાદ ટ્રેન અચાનક રદ થતા કલાકોથી રાહ જોયા બાદ પરેશાન થયા છે.
મુંબઈ જતી મોટાભાગની ટ્રેનો બંધ થતા પ્રવાસીઓ કાલુપુર સ્ટેશન છેલ્લા 18 કલાકથી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે.
પ્રશાસન દ્વારા કોઈપણ બેસવાની કે જમવાની વ્યવસ્થા નહીં કરાતા બાળકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે. મુંબઈની ટ્રેનો બંધ થતાં ટ્રાવેલ સંચાલકોએ પણ પોતાની ટિકિટના દરોમાં વધારો કરતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
પ્રશાસન દ્વારા કોઈ જ માહિતી આપવામાં નહીં આવી હોવાના કારણે પણ પ્રવાસીઓમાં રોષ છે. આખરે રેલવે પ્રશાસને ટિકિટના નાણા પરત કરવાની શરૂઆત કરી છે.