World Cup 2023 : અમદાવાદની ITC નર્મદા હોટલમાં વિરાટ અને શમીને અપાઈ ખાસ સુવિધા, પીરસાઇ અવનવી વાનગી
World Cup 2023 : ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી હતી. વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
Continues below advertisement

ભારતીય ટીમ અમદાવાદ પહોંચી હતી.
Continues below advertisement
1/9

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી હતી. વર્લ્ડકપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
2/9
ટીમ ઇન્ડિયા ITC નર્મદા હોટલમાં રોકાઇ છે. એરપોર્ટથી હોટલ સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
3/9
ભારતના ખેલાડીઓને આવકારવા સ્ટેડિયમ અને વર્લ્ડ કપની રંગોળી તૈયાર કરવામાં આવી છે. હોટેલની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.
4/9
અમદાવાદની ITC નર્મદા હોટલમાં વિરાટ કોહલી અને મોહમ્મદ શમીને અપાઈ ખાસ રૂમની સુવિધા આપવામાં આવી છે. સાથે ભોજનમાં અવનવી વાનગી પીરસાઇ હતી. જેમાં પીનટ બટર મલ્ટી બાજરી બ્રાઉની, અંજીર અને રાજગરા પેંડા, રાગી બાજરી અને બનાના વોલનટ કેક તથા જુવારના લાડુ પીરસાયા હતા.
5/9
ફાઇનલ મેચમાં ક્લોઝિંગ સેરેમનીમા પરફોર્મર કરવાની તૈયારીઓ માટે કલાકારો પહોંચ્યા હતા. અલગ અલગ કોલેજ એકેડમીના યુવાનો પરફોર્મ કરવાના છે. કલાકારોનું કહેવું છે કે ફાઇનલ મેચનો દિવસ તેમના માટે જીવનમાં યાદગાર બની રહેશે.
Continues below advertisement
6/9
અમદાવાદમાં રવિવારના દિવસે ભારતની ટીમ સામે ઓસ્ટ્રેલિયા અથવા તો સાઉથ આફ્રિકા બંનેમાંથી જે પણ ટીમ જીતશે તેની સામે જંગ જામવાનો છે. બીજી તરફ મેચ દરમિયાન પણ ક્લોઝિંગ સેરેમની યોજાશે.
7/9
વર્લ્ડ કપ ની ફાઇનલ મેચમાં ભારતની ટીમ ક્વોલિફાય થતા ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમ બહાર ભારતીય ટીમના ટીશર્ટ અને ટોપીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.
8/9
ક્રિકેટ ચાહકો પોતાના મનપસંદ ક્રિકેટરની ટીશર્ટ અને ટોપી લેવા માટે આવી રહ્યા છે. ક્રિકેટ મેચ દરમિયાન ભારતની ટીમની ટીશર્ટ પહેરીને મેચ જોવાનો ટ્રેન્ડ હોય છે.
9/9
ક્રિકેટ રસિકો ટીમ ઈન્ડિયાની ટીશર્ટ પહેરીને ભારતીય ટીમને ચિયર અપ કરતા હોય છે. મેચને હજુ ભલે ત્રણ દિવસની વાર હોય પરંતુ હમણાંથી જ લોકો સ્ટેડિયમ બહાર ટીશર્ટ લેવા માટે પહોંચી રહ્યા છે ક્રિકેટ ચાહકોમાં ખાસ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ વાળી ટીશર્ટની માંગ વધારે જોવા મળી રહી છે.
Published at : 16 Nov 2023 09:51 PM (IST)
Tags :
Kuldeep Yadav Mohammed Shami Cricket Indian Cricket Team Ravichandran Ashwin Ravindra Jadeja Hardik Pandya Shardul Thakur KL Rahul Shreyas Iyer Shubman Gill Jasprit Bumrah Ishan Kishan World Cup Mohammed Siraj Suryakumar Yadav India Squad Ahmedabad Virat Kohli Rohit Sharma World Cup 2023 ICC World Cup 2023 Cricket News Live WORLD CUP 2023 India Final Squad Announcement Live Updates World Cup 2023 Live Updates India Squad For ICC World Cup 2023 India S Schedule For The ICC World Cup 2023 ICC Mens Cricket World Cup R Ashwin Replaces Axar Patel In Indias World Cup Squad ITC Narmada Hotel