Asia Cleanest Village Photos: આ છે એશિયાનું સૌથી સ્વચ્છ ગામ, સ્વચ્છતા નહીં તો ખાવાનું નહી
દેશમાં સમયની સાથે સાથે પર્યાવરણમાં પ્રદૂષણની સમસ્યા પણ વધી રહી છે. દુનિયાભરના દેશો આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ભારતના મેઘાલયમાં એક એવું ગામ પણ છે, જેની સુંદરતા દુનિયાભરના લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ગામ મેઘાલયની રાજધાની શિલોંગથી 90 કિમી દૂર ભારત-બાંગ્લાદેશ બોર્ડર પાસે આવેલું છે. આ ગામનું નામ છે- માંવ્લ્ય્ન્નોંગ. લોકો તેને મિની સ્વિટ્ઝર્લેન્ડ પણ કહે છે. માંવ્લ્ય્ન્નોંગ એશિયાના સૌથી સ્વચ્છ ગામનો દરજ્જો ધરાવે છે.
2003માં ડિસ્કવર ઈન્ડિયા મેગેઝિને એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે માંવ્લ્ય્ન્નોંગની ઓળખ કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં બધું પહેલાથી એટલું સારું નહોતું.
15 વર્ષ પહેલાની વાત કરીએ તો 1988માં માંવ્લ્ય્ન્નોંગ ગામમાં રોગચાળો ફેલાયો હતો. દરેક ઋતુમાં અહીં રોગ ફેલાતો હતો, મોટાભાગના બાળકો આ રોગથી પીડિત હતા. વસ્તુઓ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. અનેક શાળાના બાળકોએ બીમારીના કારણે જીવ પણ ગુમાવ્યો હતો.
છેવટે શાળાના એક શિક્ષકે આ બધાથી કંટાળીને રોગ સામે લડવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે ગામના લોકોને સ્વચ્છતા અને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનું શરૂ કર્યું. અભિયાન ચલાવવા માટે એક કમિટી પણ બનાવવામાં આવી હતી.
અહીં નદીનું પાણી એટલું સાફ છે કે તમે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. નદીમાં કેટલાય ફૂટ નીચે પડેલા પથ્થરો પણ સ્પષ્ટ દેખાય છે. તેની ગણતરી વિશ્વની સૌથી સ્વચ્છ નદીઓમાં થાય છે.
આ નદીનું નામ ડૌકી છે. તેમાં ગંદકીનો એક કણ પણ દેખાતો નથી. નદીમાં હાજર બોટને જોતા એવું લાગે છે કે જાણે તે પાણી પર નહીં પરંતુ હવામાં તરતી હોય.