7th Pay Commission Latest News: કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે રાહતના સમાચાર, સરકાર મોંઘવારી ભથ્થામાં કરશે વધારો
કેન્દ્રની મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. 1 જુલાઈ, 2022 થી સરકાર કોઈપણ સમયે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. છૂટક મોંઘવારી દર 7 ટકાથી ઉપર છે, જ્યારે જથ્થાબંધ ભાવનો ફુગાવો 15 ટકાથી ઉપર છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીથી રાહત આપવા માટે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં મોટો વધારો કરવા જઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહકીકતમાં પહેલા અંદાજ એવો હતો કે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવશે. પરંતુ All-India Consumer Price Index ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્ક્સના ડેટા પછી એવી અપેક્ષા છે કે મોંઘવારી ભથ્થામાં 5 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 34 ટકા મોંઘવારી ભથ્થું મળે છે, જેને માર્ચ 2022માં વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ એવું માનવામાં આવે છે કે 2022ના બીજા છ મહિનામાં મોંઘવારી ભથ્થું 5 ટકાથી વધારીને 39 ટકા કરવામાં આવી શકે છે. એપ્રિલ મહિનાના All-India Consumer Price Indexને ધ્યાનમાં રાખીને અંદાજ લગાવવામાં આવી રહ્યો છેદેશમાં વધી રહેલી મોંઘવારીને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જુલાઈ મહિનામાં સરકાર મોંઘવારી ભથ્થા (DA)માં મોટો વધારો કરી શકે છે. જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. જો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને 34 ટકાથી વધારીને 39 ટકા કરવામાં આવે છે, તો તે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર 8,000 રૂપિયાથી લઇને 27,000 રૂપિયા વધી શકે છે.
દેશમાં વધી રહેલી મોંઘવારીને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જુલાઈ મહિનામાં સરકાર મોંઘવારી ભથ્થા (DA)માં મોટો વધારો કરી શકે છે. જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે. જો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને 34 ટકાથી વધારીને 39 ટકા કરવામાં આવે છે, તો તે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર 8,000 રૂપિયાથી લઇને 27,000 રૂપિયા વધી શકે છે.
મળતી માહિતી અનુસાર, કેન્દ્ર સરકારના આ નિર્ણયની અસર 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરો પર પડશે. સામાન્ય રીતે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈથી મોંઘવારી ભથ્થું વધારવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, આવી સ્થિતિમાં જુલાઈ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને ખુશીની ભેટ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર રિટેલ ફુગાવાના ડેટાના આધારે જાન્યુઆરી અને જુલાઈ મહિના દરમિયાન વર્ષમાં બે વાર DA અને DRમાં સુધારો કરે છે. દેશમાં મોંઘવારી આરબીઆઈના અંદાજથી ઉપર પહોંચી ગઈ છે. રિટેલ ફુગાવો આરબીઆઈના 6 ટકાના સહનશીલતા સ્તરથી ઉપર ગયો છે.