Aadhaar card : શું તમે આધાર કાર્ડમાં ફોટો બદલવા માંગો છો ? કરો સ્ટેપ બાય સ્ટેપ કરો આ પ્રોસેસ
આધાર કાર્ડ પરનો ફોટો જૂનો થઈ ગયો છે તો તમે નવો અપડેટ કરી શકો છો. નવો ફોટો અપડેટ કરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે ઓનલાઇન તમારા આધાર કાર્ડનો ફોટો ચેન્જ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલના સમયમાં આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર વગર તમારા બધા જ કામ અધૂરા રહેશે.
તમે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની મદદથી તમે તમારું આધાર નામ, મોબાઈલ નંબર, સરનામું, લિંગ, જન્મ તારીખ અને ફોટો સરળતાથી બદલી શકો છો.
તમારે પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. આ પછી તમારે આધાર સેક્શનમા જઇને આધાર એનરોલમેન્ટ ફોર્મ અપડેટ ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
આ પછી તમારે ફોર્મ ભરીને પર્સનલ એનરોલમેન્ટ સેન્ટરમાં સબમિટ કરવાનું રહેશે
આ પછી તમને બાયોમેટ્રિક વિગતો સરળતાથી મળી જશે. આ પ્રક્રિયા પછી તમારે 100 રૂપિયા જમા કરાવવા પડશે.
તમને URN સાથે એક સ્લીપ આપવામાં આવશે તેને સાચવીને રાખવી. URNની મદદથી આધાર અપડેટ સ્ટેટસ ચેક કરી શકો છો.