Airport in India: એક જ વર્ષમાં 2,12,431 ફ્લાઈટ્સે ઉડાન ભરી, આ છે ભારતના પાંચ સૌથી વ્યસ્ત એરપોર્ટ
Busiest Airport in India: ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર ભારતમાં ઝડપથી વધી રહ્યું છે. આ સાથે જ હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. અમે તમને ભારતના 5 સૌથી વ્યસ્ત એરપોર્ટ વિશે માહિતી આપી રહ્યા છીએ. જાણો કયા એરપોર્ટનું નામ સૌથી ઉપર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલકાતાનું નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ ભારતનું 5મું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. સિમ્પલ ફ્લાઈંગ વેબસાઈટ અનુસાર, ગયા વર્ષે આ એરપોર્ટ પરથી કુલ 66,812 ફ્લાઈટ્સે ઉડાન ભરી હતી.
આ યાદીમાં હૈદરાબાદનું રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ચોથા સ્થાને છે. ગયા વર્ષે આ એરપોર્ટ પરથી કુલ 79,024 ફ્લાઈટ્સ ઉડાન ભરી હતી.
બેંગ્લોર એરપોર્ટ એ ભારતનું ત્રીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. ગયા વર્ષે, આ એરપોર્ટ પરથી કુલ 111,010 ફ્લાઈટ્સ ઉડાન ભરી હતી.
મુંબઈનું છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ એ ભારતનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. ગત વર્ષે અહીંથી કુલ 144,401 ફ્લાઈટ્સ ટેકઓફ થઈ હતી.
આ યાદીમાં દિલ્હીના એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ પ્રથમ નંબરે આવે છે. તે ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે જ્યાં ગયા વર્ષે કુલ 2,12,431 ફ્લાઈટ્સ ઉડાન ભરી હતી.