Akshaya Tritiya 2024 Offers: અખાત્રીજ પર ગોલ્ડ જ્વેલરી પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો શું છે ઓફર
Akshaya Tritiya 2024 Offers: અક્ષય તૃતીયાના વિશેષ અવસરની ઉજવણી કરવા માટે, દેશની ઘણી જ્વેલરી બ્રાન્ડ્સે સોના અને હીરાના આભૂષણો પર વિશેષ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમાં કેટલીક બ્રાન્ડ મેકિંગ ચાર્જ પર 25 ટકા સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.
પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ મલબાર ગોલ્ડ્સ તેના ગ્રાહકોને અક્ષય તૃતીયાના અવસર પર ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીની ખરીદી પર 25 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફર 27મી એપ્રિલથી 12મી મે સુધી માન્ય છે.
ટાટાની બ્રાન્ડ તનિષ્કે પણ અક્ષય તૃતીયા નિમિત્તે એક ખાસ ઓફર લોન્ચ કરી છે. કંપની તેના ગ્રાહકોને સોના અને ડાયમંડ જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઑફર 2જી મેથી 12મી મે સુધી માન્ય છે.
મેલોરા તેના ગ્રાહકોને અક્ષય તૃતીયાના અવસરે ડાયમંડ અને જેમસ્ટોન જ્વેલરીની ખરીદી પર 25 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
જોયલુક્કાસ અક્ષય તૃતીયાના અવસર પર ગ્રાહકો માટે ખાસ ઑફર્સ પણ લાવ્યું છે. 50,000 રૂપિયાની જ્વેલરી ખરીદવા પર તમને 1000 રૂપિયાનું ગિફ્ટ વાઉચર મળે છે. રૂ. 50,000 થી વધુ કિંમતના હીરાની ખરીદી પર રૂ. 2,000નું ગિફ્ટ વાઉચર ઉપલબ્ધ છે.