Alia Bhatt Company: આલિયા ભટ્ટની કંપની ખરીદી શકે છે મુકેશ અંબાણી, આટલા કરોડમાં થઇ શકે છે ડીલ
Alia Bhatt Ambani Deal: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ માત્ર ફિલ્મોમાં જ સફળ નથી પરંતુ તે બિઝનેસની દુનિયામાં પણ સફળ છે. એક રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ આલિયા ભટ્ટની એક કંપની ખરીદવા જઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટ ફિલ્મ અભિનેત્રી તરીકે જાણીતી છે. જો કે તેમનો કાર્યક્ષેત્ર આ પૂરતો મર્યાદિત નથી. એક્ટિંગ અને મોડલિંગ સિવાય આલિયા બિઝનેસ વર્લ્ડમાં પણ પોતાનું નામ બનાવી રહી છે.
આ વાતનો પુરાવો એક પ્રસ્તાવિત ડીલ છે, જેમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આલિયા ભટ્ટની કંપની ખરીદવા માટે રસ દાખવી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આલિયાની કંપની Eternia Creative ને ખરીદવા માંગે છે. આ મામલે બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ ડીલ 300 થી 350 કરોડ રૂપિયામાં પૂર્ણ કરી શકે છે. આ ડીલ રિલાયન્સ બ્રાન્ડ્સ દ્વારા થઈ શકે છે જે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની પેટાકંપની છે.
આલિયા ભટ્ટની કંપની Ed-a-Mamma બ્રાન્ડ નામથી બાળકોના કપડાં બનાવે છે. રિલાયન્સ બ્રાન્ડ્સ તેને ખરીદીને ચિલ્ડ્રન વેઅર કેટેગરીમાં તેની હાજરી મજબૂત કરવા માંગે છે.
ચિલ્ડ્રન વેઅરની બ્રાન્ડ Ed-a-Mamma તમામ રાઇટ્સ Eternia Creative ની માલિકીના છે. આલિયા ભટ્ટ આ કંપની Eternalia Creativeની ડાયરેક્ટર છે.
એક રિપોર્ટ અનુસાર, આલિયા ભટ્ટની કંપની અને રિલાયન્સ બ્રાન્ડ્સ વચ્ચે ડીલને લઈને ચાલી રહેલી વાતચીત આગામી 7 થી 10 દિવસમાં ફાઈનલ થઈ શકે છે.
આલિયા ભટ્ટે આ બ્રાન્ડ Ed-a-Mamma ની શરૂઆત વર્ષ 2020માં કરી હતી. અત્યારે તેના કપડા વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વેચાય છે.