Anant Ambani PHOTO: 13 કરોડની કારમાં રાધિકા મર્ચન્ટ સાથે ઉદયપુર પહોંચ્યા અનંત અંબાણી
Anant Ambani In Rolls Royce Cullinan: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના રોકા સમારંભ પછી, યુગલનું ઉદયપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ કપલ 13 કરોડની Rolls Royce Cullinan કારમાં અહીં પહોંચ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનંત અંબાણી અને તેમની થનાર વાઈફ રાધિકાનું ઉદયપુર એરપોર્ટ પર ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેની તસવીરો સામે આવી છે.
રોકા સમારોહ માટે તેમને અભિનંદન આપતા, ચાહકોએ કપલની લક્ઝરી કારને ગુલાબની પાંખડીઓથી ઢાંકી દીધી હતી.
દુનિયાના સૌથી મોંઘી કારોમાંની એક એવી રોલ્સ રોયસ ક્યુલિનનમાં ફુલ સ્વેગમાં અનંત એરપોર્ટ પર પહોંચ્યા, જેની કિંમત જાણીને કોઈના પણ હોશ ઉડી જશે.
અનંત અંબાણીની રોલ્સ રોયસ કુલીનનની મૂળ કિંમત 6.95 કરોડ છે. આ દુનિયાના સૌથી મોંઘી કારોમાની એક છે, પરંતુ અંબાણી પરિવારે આ કાર 13 કરોડ રૂપિયામાં ખરીદી છે.
આ વર્ષે જાન્યુઆરીમાં, મુકેશ અંબાણીએ 13.14 કરોડમાં અલ્ટ્રા-પ્રીમિયમ રોલ્સ રોયસ કુલીનન ખરીદી હતી. ભારતીય ઉદ્યોગપતિએ કારને મનપસંદ બનાવવા માટે પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા.
પીટીઆઈના અહેવાલ મુજબ, અંબાણીએ કારમાં વીઆઈપી નંબર પ્લેટ 12 લાખ રૂપિયામાં ખરીદી હતી અને તેને 1 કરોડ રૂપિયામાં પેન્ટ કરાવી હતી. અંબાણીએ કારમાં કેટલાક અન્ય ફેરફારો કરાવ્યા, ત્યારબાદ તેની કિંમત લગભગ 13.14 કરોડ થઈ ગઈ.
અનંતે તેની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી છે.