Atal Pension Scheme: અટલ પેન્શન યોજનામાં થયો આ મોટો ફેરફાર, હવે આ ખાતા બંધ થશે
Atal Pension Yojana: કેન્દ્ર સરકારે અટલ પેન્શન યોજનામાં ફેરફાર કર્યા છે. તમને જણાવી દઈએ કે નવા ફેરફારો બાદ હવે ઘણા લોકો આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. જે લોકો ઈન્કમટેક્સ ભરશે તે તેના કાર્યક્ષેત્રમાંથી બહાર થઈ જશે. આ યોજના હેઠળ ખાતાધારકોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 1 હજારથી 5 હજાર રૂપિયા સુધી પેન્શન આપવાની જોગવાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા નિયમ મુજબ જે લોકો આવકવેરા હેઠળ આવે છે અથવા ટેક્સ ચૂકવે છે. તેઓ 1 ઓક્ટોબર, 2022 પછી અટલ પેન્શન યોજના હેઠળ ખાતું ખોલાવી શકશે નહીં. હાલમાં જ નાણા મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
તમે આવકવેરો જમા કરો છો અને જો તમે અટલ પેન્શન યોજનામાં ખાતું ખોલાવવા માંગતા હો, તો તમે 30 સપ્ટેમ્બર 2022 સુધી આ યોજનામાં ખાતું ખોલાવી શકો છો. કારણ કે નવા નિયમ અનુસાર, 1 ઓક્ટોબર, 2022થી આવકવેરાદાતાઓ આ યોજનામાં ખાતું ખોલાવી શકશે નહીં. જો કે, જો તમે ખાતું ખોલાવવા માટે અરજી કરો છો, તો અરજી રદ કરવામાં આવશે.
જેમણે પહેલેથી ખાતું ખોલાવ્યું છે, તેઓને આ યોજનાનો લાભ મળતો રહેશે. જો અટલ પેન્શન યોજના ખાતું 1 ઓક્ટોબર પછી ખોલવામાં આવે છે, અને જો તે વ્યક્તિ પહેલેથી જ આવકવેરો ચૂકવતો હોય, તો તેનું ખાતું બંધ કરવામાં આવશે.
જો કોઈ આવકવેરાદાતા 30 સપ્ટેમ્બર પછી અટલ પેન્શન યોજનામાં ખાતું ખોલાવે છે, તો ખાતું બંધ કર્યા પછી તેના દ્વારા જમા કરવામાં આવેલા પૈસા તેને પરત કરવામાં આવશે.
18 વર્ષથી 40 વર્ષની વયજૂથના તમામ ભારતીય નાગરિકો અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ બેંક અથવા પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંકમાં ખાતું ખોલાવીને આ યોજનાનો ભાગ બની શકે છે. માર્ચ 2022 સુધીમાં 4 કરોડથી વધુ લોકો અટલ પેન્શન યોજનાનો હિસ્સો બની ગયા છે.