Pension Scheme: આ સરકારી પેન્શન સ્કીમમાં કરો રોકાણ, વૃદ્ધાવસ્થામાં દર મહિને 10 હજાર મળશે
Atal Pension Yojana: તમારા વૃદ્ધાવસ્થાને સુરક્ષિત બનાવવા માટે તમે ભારત સરકારની એક શાનદાર પેન્શન યોજનામાં રોકાણ કરી શકો છો. તેનું નામ અટલ પેન્શન યોજના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે અટલ પેન્શન યોજનાને લઈને એક મહત્વપૂર્ણ વાત કહી છે. નાણામંત્રીએ કહ્યું કે આ યોજના હેઠળ ઓછામાં ઓછું 8 ટકા વળતર આપવામાં આવી રહ્યું છે.
અટલ પેન્શન યોજના એક પેન્શન યોજના છે, જે ખાસ કરીને ઓછી આવક ધરાવતા જૂથની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે.
આ યોજના 9 મે, 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થીઓને 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળી શકે છે. આ પેન્શન તમે રોકાણ કરેલ રકમ પર આધાર રાખે છે.
આ યોજના હેઠળ રોકાણકારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને પેન્શન મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
જો તમે 18 વર્ષની ઉંમરે તમે તમારી આવકમાંથી દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરો છો, તો 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મળશે.
જો પતિ અને પત્ની બંને આ યોજનામાં રોકાણ કરે છે, તો 60 વર્ષની ઉંમર પછી બંનેને કુલ 10,000 રૂપિયાનું પેન્શન મળી શકે છે.