FD Rates: એફડી પર સૌથી વધુ 9 ટકાથી વધારે વ્યાજ આપી રહી છે 5 બેન્કો, બસ પુરી કરવી પડશે આ શરત......
Bank Interest Rates: આજકાલ લોકો બેન્ક એફડીને લઇને ખુબ ઝડપથી સજાગ થઇ રહ્યાં છે. છેલ્લા એક વર્ષ દરમિયાન રિઝર્વ બેન્કે રેપૉ રેટમાં ઝડપથી વધારો કર્યો છે. આ કારણે હવે બેન્ક ગ્રાહકોને આનો લાભ બચત ખાતાથી લઈને FD સુધીના ઊંચા વ્યાજના રૂપમાં મળી રહ્યો છે...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિઝર્વ બેન્કની મૉનિટરી પૉલિસી કમિટીએ છેલ્લી 2 બેઠકોથી રેપૉ રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રિટેલ ફુગાવો ઘટવાથી રેપૉ રેટ સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં મદદ મળી છે. જોકે, પ્રથમ એક વર્ષ દરમિયાન રિઝર્વ બેન્કે રેપૉ રેટમાં ઝડપથી વધારો કર્યો હતો. માત્ર એક વર્ષમાં જ રિઝર્વ બેન્કે રેપૉ રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો.
રેપૉ રેટમાં વધારાને કારણે એકબાજુ લોકોને નુકસાન થયું તો બીજીબાજુ ફાયદો પણ થયો છે. એકબાજુ લૉન મોંઘી થઈ અને ઈએમઆઈનો બોજ વધ્યો તો બીજીબાજુ સેવિંગ્સ એકાઉન્ટમાંથી એફડી પર વ્યાજ વધ્યું છે.
રેપૉ રેટમાં સતત વધારાનું પરિણામ છે કે ફરી એકવાર બેન્કએ FD પર 9 ટકાથી વધુ વ્યાજ આપવાનું શરૂ કર્યું છે. જોકે, વ્યાજનો આ ઊંચો દર તમામ ગ્રાહકોને લાગુ પડતો નથી. 9 ટકાથી વધુ વ્યાજનો લાભ માત્ર વરિષ્ઠ નાગરિકોને જ મળે છે.
Unity Small Finance Bank: યૂનિટી સ્મૉલ ફાઇનાન્સ બેન્ક 181 થી 201 દિવસની પાકતી મુદત પર 9.25 ટકાના દરે વ્યાજ ચૂકવે છે. વળી, 1001 દિવસની પાકતી મુદતવાળી FD પર વ્યાજનો દર 9.50 ટકા છે.
Fincare Small Finance Bank: ફિનકેસ સ્મૉલ ફાઇનાન્સ બેન્કના વરિષ્ઠ નાગરિક ગ્રાહકો 1000 દિવસની પાકતી મુદતવાળી FD પર 9.11 ટકાના દરે વ્યાજ મેળવી શકે છે.
Jana Small Finance Bank: જના સ્મૉલ ફાઇનાન્સ બેન્ક પણ વરિષ્ઠ નાગરિકોને 9 ટકાથી વધુ વ્યાજ આપે છે. આ વ્યાજ દર 366 થી 499 દિવસ, 501 થી 730 દિવસ અને 500 દિવસની પાકતી મુદતવાળી FD પર ઉપલબ્ધ છે.
Suryoday Small Finance Bank: સૂર્યોદય સ્મૉલ ફાઇનાન્સ બેન્ક વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષની પરિપક્વતા સાથે ફિક્સ્ડ ડિપૉઝિટ પર 9.6 ટકા વ્યાજ આપે છે. વળી, 999 દિવસની પાકતી મુદત પર 9 ટકા વ્યાજ મળી રહ્યું છે.
ESAF Small Finance Bank: ESAF સ્મૉલ ફાઇનાન્સ બેન્ક વરિષ્ઠ નાગરિકોને 2 થી 3 વર્ષની પરિપક્વતા સાથે FD પર 9% વ્યાજ ઓફર કરે છે.