Income Tax સ્લેબમાં ન આવતા હોય તો પણ ભરો ITR, ભવિષ્યમાં થશે ઘણા ફાયદા
આજના સમયમાં મોટાભાગના લોકો ઘર, જમીન, કાર ખરીદવા અથવા બિઝનેસ શરૂ કરવા માટે લોન લે છે. લોન સમયે તમારી પાસે તમારી આવકનો પુરાવો માંગવામાં આવે છે. આવી સ્થિતિમાં નોકરી કરતા લોકો હજુ પણ કંપનીની સેલેરી સ્લિપ બતાવી શકે છે, પરંતુ જેઓ નોકરી કરતા નથી તેઓ આવકનો પુરાવો કેવી રીતે આપશે ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવી સ્થિતિમાં છેલ્લા 2 અથવા 3 વર્ષના આવકવેરા રિટર્ન કામમાં આવે છે અને લોન મેળવવી સરળ બની જાય છે. ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) એ કોઈપણ વ્યક્તિની આવકનો નક્કર પુરાવો છે.
જ્યારે તમે બીજા દેશની મુલાકાત લેવા જાઓ છો ત્યારે તમારે વિઝા મેળવવાની જરૂર છે. ઘણા દેશોના વિઝા સત્તાવાળાઓ વિઝા આપવાની પ્રક્રિયામાં આવકવેરા રિટર્નની નકલ માંગે છે. ITR દ્વારા એ તપાસવામાં આવે છે કે જે વ્યક્તિ તેના દેશમાં આવી રહ્યો છે અથવા આવવા માંગે છે તેની નાણાકીય સ્થિતિ શું છે. જેઓ પોતે કમાતા નથી તેમના માતા-પિતા અથવા વાલીના ITRની નકલ આપી શકાય છે.
જ્યારે તમે 50 લાખ અથવા 1 કરોડ કે તેથી વધુની કોઇપણ વીમા પોલિસી ખરીદો છો, ત્યારે તમારે તેના માટે ITR રસીદ બતાવવાની જરૂર છે. LICમાં ખાસ કરીને જો તમે 50 લાખ કે તેથી વધુની ટર્મ પોલિસી લો છો, તો તમને ITR દસ્તાવેજો માટે પૂછવામાં આવશે. આ નક્કી કરે છે કે તમે આટલી મોટી રકમ માટે વીમો મેળવવાને પાત્ર છો કે નહીં.
જો તમે એવો બિઝનેસ શરૂ કરી રહ્યા છો જેમાં તમે કોઈપણ સરકારી વિભાગ પાસેથી કોન્ટ્રાક્ટ મેળવવા માંગો છો, તો તમારા માટે ITR ફાઈલ કરવું ખૂબ જ જરૂરી છે. કોઈપણ સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટ લેવા માટે પણ છેલ્લા 5 વર્ષનો ITR જરૂરી છે.
આજકાલ ઈન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઈન ભરવાનો જમાનો છે. પરંતુ, જો આવકવેરા રિટર્ન મેન્યુઅલી ફાઇલ કરવામાં આવે છે, તો રસીદ નોંધાયેલા સરનામા પર મોકલવામાં આવે છે. આ કારણે તેને એડ્રેસ તરીકે પણ સ્વીકારવામાં આવે છે. ITR આવકની સાથે એડ્રેસ પ્રૂફ બની જાય છે.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)