Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
શું ઘરના ભાડા પર આપવો પડે છે GST? શું આ નિયમ જાણો તો તમે
GST On Renting House: GSTમાં નવા સુધારા પછી હવે રહેણાંક મિલકતોમાં રહેનારા ભાડુઆતોને પણ 18 ટકા GST ચૂકવવો પડશે. કયા ભાડૂઆતોએ GST ભરવો પડશે? ચાલો જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGST કાયદામાં કેટલાક સ્લેબ બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત જીએસટી ટેક્સની ટકાવારી નક્કી કરવામાં આવી છે. એટલે કે કોઈ વસ્તુ પર કેટલા ટકા GST વસૂલવામાં આવશે.
GSTમાં નવા સુધારા બાદ હવે રહેણાંક મિલકતોમાં રહેતા ભાડૂઆતોને પણ 18 ટકા GST ચૂકવવો પડશે.
GST નિયમો અનુસાર, અગાઉ GST કોમર્શિયલ પ્રોપર્ટી પર ઑફિસ અથવા રિટેલ સ્પેસ ભાડા પર લેવા પર લાગુ થતો હતો.
પરંતુ નવા નિયમો અનુસાર હવે રહેણાંક મિલકતોમાં રહેતા ભાડૂઆતોએ પણ GST ભરવો પડશે. પરંતુ આ GST તે ભાડુઆતો પાસેથી જ લેવામાં આવશે. જે GST હેઠળ રજીસ્ટર્ડ હશે
એટલે કે જો કોઈ ભાડૂઆત રહેણાંક મિલકત ભાડે લઈને પોતાનો ધંધો ચલાવતો હોય તો પછી તેણે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે.
નિયમો અનુસાર, ભાડૂઆતને રિવર્સ ચાર્જ મિકેનિઝમ એટલે કે RCM હેઠળ ટેક્સ ચૂકવવો પડશે. જેના પર તે પાછળથી GST ક્લેમ કરી શકે છે.