Business Idea: નોકરી કરી કરીને કંટાળી ગયા છો ? તો ઓછા બજેટમાં શરૂ કરો આ બિઝનેસ, થશે લાખોમાં કમાણી
Stationery Business Plan: આજકાલ લોકો નોકરીથી તંગ આવીને છોડવાનું વધુ વિચારે છે, પરંતુ છોડી શકતા નથી. જો તમે નોકરી કરી કરીને કંટાળી ગયા છો, તો અહીં બેસ્ટ પ્લાનિંગ છે. આજના બદલાતા સમયની સાથે લોકોની વચ્ચે નોકરીથી વધુ બિઝનેસને લઇને ક્રેઝ વધી રહ્યો છે, આવામાં જો તમે પણ ખુદનો એક સારો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય, તો કરી શકો છો, અમે તમને અહીં બેસ્ટ બિઝનેસ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેનાથી તમે તગડી કમાણી કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppStationery Business Plan: - સ્ટેશનરીના સામાનની જરૂરિયાત સામાન્ય જિંદગીમાં લોકોને વધુ પડતી રહે છે. જો ઘરમાં બાળકો હોય તો તેમને પણ નોટો-ચોપડીઓ, પુસ્તકો વગેરેની જરૂર હોય છે. આ ઉપરાંત આ સામાનની આવશ્યકતા સ્કૂલ, કૉલેજ, ઓફિસમાં પણ રહે છે. (PC: ABP Live)
આવામાં તમે સ્કૂલ, કૉલેજ કે ઓફિસની પાસે સ્ટેશનરીની દુકાન ખોલીને સારી કમાણી કરી શકો છો. માર્કેટમાં સ્ટેશનરી સામાનની વધુ ડિમાન્ડ હોવાના કારણે આમાં તમે તગડી કમાણી કરી શકો છો. (PC: Freepik)
બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે સ્કૂલ, કૉલેજ સાથે પાર્ટનરશીપ કરી શકો છો. આનાથી તમારો બિઝનેસ અનેકગણો વધી જશે. (PC: Freepik)
બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે નોટો-ચોપડીઓ, પેન, પેન્સિલ ઉપરાંત તમે ગ્રીટિંગ કાર્ડ, ગિફ્ટ વગેરે વેચીને પણ કમાણી કરી શકો છો. સ્ટેશનરી શૉપ ખોલવા માટે તમારે સૌથી પહેલા આનું રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. (PC: Freepik)
શૉપ ખોલવા માટે તમે યોગ્ય જગ્યા પસંદ કરો, આની સાથે જ શૉપ ખોલવા માટે તમારે 300 થી 400 સ્ક્વેર મીટરની જગ્યા હોવી જરૂરી છે. (PC: Freepik)
જો તમે એક નાના લેવલ પર દુકાન ખોલો છો, તો તમારી કમ સે કમ 50,000 રૂપિયાની જરૂર પડશે, આ પછી દર મહિને 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો, જેમાં તમને 30 થી 40 ટકાનો પ્રૉફિટ મળશે, આવામાં તમારી દર મહિને 30 થી 40 હજાર રૂપિયા સુધીની કમાણી થઇ શકે છે. આ પછી આ કમાણી વધીને લાખોમાં થઇ શકે છે. (PC: Freepik)