Closing Bank Account: બેંકનું ખાતું કરાવી રહ્યા છો બંધ ? આ વાતોનું રાખશો ધ્યાન તો નહીં થાય નુકસાન
પરંતુ ઘણી વખત, બેંક ખાતું બંધ કરતી વખતે, લોકો કેટલીક ભૂલો કરે છે જેના કારણે તેમને એકાઉન્ટ બંધ કરવામાં અઠવાડિયા લાગી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ, જો કોઈ ખાતામાં કોઈ પેન્ડિંગ ટ્રાન્ઝેક્શન હોય તો આવા ખાતાને બંધ કરી શકાય નહીં. આ ટ્રાન્ઝેક્શન ડિપોઝિટ, ચેક અથવા ઉપાડના સ્વરૂપમાં હોઈ શકે છે.
જો તમારા બચત ખાતામાં તમારું બેલેન્સ નેગેટિવ છે, તો તમે આ રીતે ખાતું બંધ નહીં કરી શકો. ઘણી વખત ગ્રાહકો ખાતામાં મિનિમમ બેલેન્સ રાખતા નથી. આવી સ્થિતિમાં બેંક આવા ખાતાઓ પર દંડ લગાવે છે. આ કારણે ઘણી વખત એકાઉન્ટ બેલેન્સ નેગેટિવ થઈ જાય છે. આવા એકાઉન્ટને બંધ કરતા પહેલા તમારે બેંકની પેનલ્ટી ચૂકવવી પડશે. આ પછી જ તમને બચત ખાતું બંધ કરવાની પરવાનગી મળશે.
જો તમારા ખાતામાંથી ઈએમઆઈ, માસિક બિલ પેમેન્ટ ઓટો ડેબિટ મોડમાં કરવામાં આવે છે, તો તમારે પહેલા તેને રોકવું પડશે. આ પછી જ તમે તમારું બચત ખાતું બંધ કરી શકશો.
બેંકમાં લોકર લેતી વખતે, ઘણી વખત ગ્રાહકો ભાડાની ચુકવણી માટે લોકર ભાડા કરારને તેમના બચત ખાતા સાથે લિંક કરે છે. આ સાથે, બેંક ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે લોકરનું ભાડું આપોઆપ કાપી લે છે. જો તમે તમારું બચત ખાતું પણ લોકર સાથે લિંક કર્યું છે, તો ખાતું બંધ કરતા પહેલા આ એકાઉન્ટને ડીલિંક કરો.
નિષ્ણાંતોના મતે સેવિંગ એકાઉન્ટ બંધ કરતા પહેલા તેની સાથે સંબંધિત તમામ વિગતો તપાસો કે ખાતું કોઈ પોલિસી, સરકારી યોજના વગેરે સાથે જોડાયેલું છે કે નહીં. જો તમે આવું ન કરો તો તમને પાછળથી મોટું નુકસાન થઈ શકે છે.