Dividend Stocks: ટાટા, મહિન્દ્રા અને પિરામલ સહિત આ શેર્સ આગામી 5 દિવસમાં કરાવશે કમાણી
પ્રથમ દિવસે, જિયોજીત ફાઇનાન્શિયલ (રૂ. 1.5), જીએચસીએલ (રૂ. 12), જીએચસીએલ ટેક્સટાઇલ (રૂ. 0.5), લોયડ્સ એન્ટરપ્રાઇઝ (રૂ. 0.1) અને ટાટા કોમ્યુનિકેશન્સ (રૂ. 16.7)ના શેર એક્સ-ડિવિડન્ડ જઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસપ્તાહના બીજા દિવસે એક્સ-ડિવિડન્ડ થનારા શેરોમાં એપિગ્રલ (રૂ. 5) અને સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટ (રૂ. 2)નો સમાવેશ થાય છે.
દાલમિયા ભારત સુગર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને જ્યોતિ લેબ્સ લિમિટેડના શેર બુધવારે એક્સ-ડિવિડન્ડનો વેપાર કરવા જઈ રહ્યા છે. બંને કંપનીઓના શેરધારકોને શેર દીઠ અનુક્રમે રૂ. 1.25 અને રૂ. 3.5ના દરે અંતિમ ડિવિડન્ડ મળશે.
ગુરુવારે, બાલાજી એમાઇન્સ (રૂ. 11), એસકેએફ ઇન્ડિયા (રૂ. 130), ટાટા પાવર (રૂ. 2) અને ટાઇડ વોટર ઓઇલ ઇન્ડિયા (રૂ. 2)ના શેર એક્સ-ડિવિડન્ડનો વેપાર કરવા જઇ રહ્યા છે.
સપ્તાહના છેલ્લા દિવસે એક્સ-ડિવિડન્ડ જનારા શેર્સની યાદી લાંબી છે. તે દિવસે, 3M ઇન્ડિયા (રૂ. 160 અંતિમ ડિવિડન્ડ અને રૂ. 525 સ્પેશિયલ ડિવિડન્ડ), ઓલસેક ટેક (Rs 15), અપોલો ટાયર્સ (Rs 6), એસ્ટ્રાજેનેકા ફાર્મા (Rs 24) નો સમાવેશ થાય છે.
તેમના સિવાય ભારત ફોર્જ (રૂ. 6.5), બાયોકોન (રૂ. 0.5), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (રૂ. 21), નવીન ફ્લોરિન (રૂ. 7), ન્યુક્લિયસ સોફ્ટવેર (રૂ. 12.5), પિરામલ એન્ટરપ્રાઇઝ (રૂ. 10) અને વેલસ્પન એન્ટરપ્રાઇઝ (રૂ. રૂ. 3) શુક્રવારે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે.
Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માહિતી માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com ક્યારેય કોઈને પણ પૈસાનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.