Cheapest Home Loan: શું તમે પોતાનું ઘર ખરીદવા માંગો છો? આ પાંચ બેન્ક આપી રહી છે સૌથી સસ્તી ઓફર
જો તમે પણ તમારું ઘર ખરીદવાની તૈયારી કરી રહ્યાં છો, તો તમારે બેન્કોની લોન ઑફર્સ તપાસવી જ જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમારું પોતાનું ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે. તે નાણાકીય નિર્ણય કરતાં વધુ ભાવનાત્મક નિર્ણય છે કારણ કે પોતાનું ઘર દરેકને સલામતીની ભાવના આપે છે. આ જ કારણ છે કે લોકો હંમેશા ઘર ખરીદવાની યોગ્ય તકની શોધમાં હોય છે. જે રીતે મકાનોની કિંમતો દિનપ્રતિદિન વધી રહી છે. તમારા સપનાનું ઘર બને તેટલું જલદી પૂરું કરવામાં જ સમજદારી છે.
ઘર ખરીદવું એ જીવનના મહત્વના તબક્કામાંનું એક છે. આ એક એવો નિર્ણય છે જેની નાણાકીય દ્રષ્ટિએ ઘણા વર્ષોથી મોટી અસર પડે છે. સામાન્ય રીતે લોકો ઘર ખરીદવા માટે લોનનો સહારો લે છે, કારણ કે આટલી મોટી રકમ કોઈની પાસે હોતી નથી. જો તમે પણ તમારું ઘર ખરીદવાની તૈયારી કરી રહ્યા હોવ તો તમારે પણ બેન્કોની ઑફર્સ તપાસવી જ જોઈએ.
આજે અમે તમને એવી પાંચ બેન્કો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હાલમાં સૌથી સસ્તી હોમ લોન ઓફર કરી રહી છે. હોમ લોન લીધા પછી પણ ઘર ખરીદવા માટે મોટી રકમની જરૂર પડે છે. ઘર ખરીદવાનો નિર્ણય લેતા પહેલા ડાઉન પેમેન્ટથી લઈને રજિસ્ટ્રી સુધીના પૈસાની વ્યવસ્થા કરવી જોઈએ.
ખાનગી ક્ષેત્રની HDFC બેન્ક હાલમાં સૌથી સસ્તી હોમ લોન ઓફર કરી રહી છે. આ બેન્કના હોમ લોનના વ્યાજ દરો માત્ર 8.45 ટકાથી શરૂ થાય છે અને 9.85 ટકા સુધી જાય છે.
Indusind Bank બેન્ક હોમ લોનના વ્યાજ દરો 8.5 ટકાથી 9.75 ટકા સુધીની છે.
ઈન્ડિયન બેન્ક હોમ લોન પર 8.5 ટકાના પ્રારંભિક વ્યાજ દર પણ ઓફર કરી રહી છે. આ બેન્કની હોમ લોન માટે મહત્તમ વ્યાજ દર 9.9 ટકા છે.
બીજી સૌથી મોટી સરકારી બેન્ક 8.6 ટકાના પ્રારંભિક દરે હોમ લોન ઓફર કરે છે. PNBનો મહત્તમ વ્યાજ દર 9.45 ટકા છે.
બેન્ક ઓફ મહારાષ્ટ્રના હોમ લોનના વ્યાજ દરો 8.6 ટકાથી શરૂ કરીને 10.3 ટકા છે.
કોઈપણ પ્રકારની લોન લેવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા CIBIL સ્કોર છે. જો તમારો CIBIL સ્કોર સારો છે, તો માત્ર બેન્કો જ તમને સૌથી સસ્તી લોન આપશે.