એક વ્યક્તિ કેટલા ક્રેડિટ કાર્ડ રાખી શકે છે? શું આ માટે કોઈ મર્યાદા છે?
ભારતમાં તમામ બેંકો તમને ક્રેડિટ કાર્ડની સુવિધા આપે છે. આ માટે તમારે કોઈ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રેડિટ કાર્ડના ઉપયોગથી તમે કોઈ વસ્તુ સરળતાથી હપ્તે પણ લઈ શકો છો. ત્યારબાદ તમે EMI પર પૈસા ચૂકવી શકો છો.
કેટલાક લોકો પાસે એક ક્રેડિટ કાર્ડ હોય છે. તો કેટલાક પાસે એકથી વધુ. આવી સ્થિતિમાં લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે શું ક્રેડિટ કાર્ડ રાખવાની કોઈ મર્યાદા હોય છે.
શું RBIએ ક્રેડિટ કાર્ડ રાખવા અંગે કોઈ નિયમો બનાવ્યા છે. તો જણાવી દઈએ કે એવું નથી. RBIએ આ પ્રકારનો કોઈ નિયમ બનાવ્યો નથી.
કોઈપણ વ્યક્તિ જેટલા ઇચ્છે તેટલા ક્રેડિટ કાર્ડ રાખી શકે છે. જેટલી બેંકોના ઇચ્છે તેટલી બેંકમાંથી ક્રેડિટ કાર્ડ લઈ શકે છે.
ક્રેડિટ કાર્ડ બેંક તમારો સિબિલ સ્કોર જોઈને આપે છે. જો તમારો સિબિલ સ્કોર સારો હશે, તો તમને ઘણા બધા ક્રેડિટ કાર્ડ મળી જશે. સિબિલ સ્કોર ખરાબ હશે તો તમને એક કે બે પણ નહીં મળી શકે.