Credit Card Tips: તહેવારની સીઝનમાં ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરતાં પહેલા સાવધાન, આ ભૂલો તમને કંગાળ બનાવી શકે છે!
આગામી કેટલાક દિવસોમાં દશેરા, દિવાળી, છઠ જેવા ઘણા તહેવારો મનાવવામાં આવશે. તહેવારોમાં લોકો ખૂબ શોપિંગ કરે છે. આ માટે તેઓ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવું તો છે કે ક્રેડિટ કાર્ડના ઘણા ફાયદા છે પરંતુ, જો તેનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો તમે મુશ્કેલીમાં પડી શકો છો. અમે તમને એવી ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે તહેવારની સીઝનમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે ભૂલ કરવાથી બચી શકો છો. જાણીએ આના વિશે.
તહેવારની સીઝનમાં લોકો અક્સર વિચાર્યા વગર શોપિંગ કરે છે. ક્રેડિટ કાર્ડ હાથમાં હોય છે તો તેઓ ઘણી વખત આવું કરે છે પરંતુ, આ ભૂલથી તમારે બચવું જોઈએ. તહેવાર માટે શોપિંગ કરતા પહેલા તમારું બજેટ નક્કી કરો. તે પછી જ શોપિંગ કરવા જાઓ.
દરેક ક્રેડિટ કાર્ડમાં એક લિમિટ નક્કી હોય છે. ઘણી વખત લોકો તહેવારોની સીઝનમાં તેમની ક્રેડિટ લિમિટનો 70થી 80 ટકા સુધી ઉપયોગ કરી લે છે, જેનાથી તમારા ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડે છે. પ્રયત્ન કરો કે તમે તમારા ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયોને 30 ટકાની અંદર રાખો.
ક્રેડિટ કાર્ડનું બિલ દર મહિને આવે છે. તમે દર મહિને બિલની તારીખ પ્રમાણે જ શોપિંગ કરો જેથી પછીથી તમારે બિલ ચૂકવવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
તહેવારની સીઝનમાં ઘણી વખત લોકો રિવોર્ડ્સ પોઇન્ટ્સ મેળવવા માટે શોપિંગ કરે છે. આવું કરવાથી બચો. આનાથી પછીથી તમે દેવાના બોજ હેઠળ દબાઈ શકો છો. હંમેશા જરૂરિયાતની વસ્તુઓની જ શોપિંગ કરો.