Aadhaar Card રાખનારા માટે જરૂરી સમાચાર, UIDAIએ આપી મોટી જાણકારી
આજના સમયમાં આધાર કાર્ડ આપણા બધા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર વગર તમે કોઈપણ કાર્ય પૂર્ણ કરી શકતા નથી. આજના સમયમાં ઘરના કામથી લઈને સરકારી કામકાજમાં આધારની જરૂર છે. તો આવી સ્થિતિમાં જો તમને આધાર સંબંધિત કોઈ સમસ્યા હોય તો UIDAI દ્વારા એક ખાસ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ ઇશ્યુ કરતી સંસ્થા UIDAI દ્વારા એક ખાસ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેના પર તમે 24 કલાકમાં ગમે ત્યારે કૉલ કરી શકો છો અને તમારી સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.
આધાર સંબંધિત કોઈપણ સમસ્યા માટે તમારે ફક્ત 1947 પર કૉલ કરવો પડશે અને તમારી બધી સમસ્યાઓ સરળતાથી હલ થઈ જશે. આ નંબર લગભગ 12 ભાષાઓમાં કામ કરે છે, તેથી કોઈપણ રાજ્યના લોકો આ નંબર પર કૉલ કરીને સંપર્ક કરી શકે છે.
આ નંબર ડાયલ કરીને તમે હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દૂમાં વાત કરી શકો છો. #Dial1947ForAadhaar તમે તમારી પસંદની ભાષામાં વાતચીત કરી શકો છો.
આ નંબર સંપૂર્ણપણે મફત છે એટલે કે આ નંબર પર કૉલ કરવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં. આ સાથે, તમે IVRS મોડ પર 24 કલાકમાં ગમે ત્યારે આ નંબર પર કૉલ કરી શકો છો.
આ સાથે આ સુવિધા માટે કોલ સેન્ટરના પ્રતિનિધિઓ સવારે 7 થી 11 (સોમવારથી શનિવાર) સુધી ઉપલબ્ધ છે. પ્રતિનિધિઓ રવિવારે સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.