નોકરીયાતોને મફતમાં મળે છે સાત લાખ રૂપિયાનો ઇન્શ્યોરન્સ, ઘણા લોકો નથી જાણતા
EDLI Scheme: ઘણા પીએફ ખાતા ધારકો જાણતા નથી કે તેમની પાસે 7 લાખ રૂપિયા સુધીનો વીમો પણ છે. જે EPFO દ્વારા કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપગાર અને ડીએની 12 ટકા રકમ પીએફ ખાતાધારકના ખાતામાં જમા થાય છે. તો આટલી જ રકમ કંપની તરફથી ખાતામાં જમા કરાવવામાં આવે છે.
ઘણા પીએફ ખાતાધારકોને ખબર નથી કે તેમની પાસે 7 લાખ રૂપિયા સુધીનો વીમો પણ છે. જે EPFO દ્વારા કરવામાં આવે છે.
EDLI એટલે કે એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ EPFO દ્વારા વર્ષ 1976માં શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત પીએફ ખાતાધારકને વીમો મળે છે.
EDLI યોજના હેઠળ ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને 7 લાખ રૂપિયાનો મફત વીમો મળે છે.
EPFO દ્વારા ચલાવવામાં આવતી EDLI સ્કીમ માટે તેનું પ્રીમિયમ કંપની પોતે જ આપે છે.
આ યોજના હેઠળ જો કોઈ પીએફ ખાતાધારકનું મૃત્યુ થાય છે તો આ વીમા માટે ક્લેમ કરી શકે છે. તેમાં મહત્તમ 7 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે.